ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
કોરોનીલ દવા મુદ્દે પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ હવે યુ-ટર્ન લીધો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે "લોકો અમારી દવાને લઈ જુદી જુદી વાતો કરી રહ્યા છે પરંતુ, અમે ક્યારેય દાવો નથી કર્યો કે કોરોનીલ દવા કોરોનાની દવા છે. અમે માત્ર એમ કહ્યું હતું કે કોરોનીલ દવા ના ક્લિનિકલ ટ્રાયલ વખતે આનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરાતા તેમને મદદરૂપ નીવડ્યો હતો".
23 જૂનના રોજ યોગ શિક્ષક રામદેવ અને પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રામદેવે કહ્યું હતું કે "પુરાવા આધારિત આયુર્વેદિક દવા સંપૂર્ણ વૈજ્ઞાનિક દસ્તાવેજ પર આધારિત છે. કોરોનિલ, કોરોના માટે તૈયાર કરાયેલી દવા છે. આ સંશોધન પતંજલિ સંશોધન સંસ્થા (PRI) હરિદ્વાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ Medicalફ મેડિકલ સાયન્સ (NIMS), જયપુર દ્વારા સંયુક્ત રીતે માન્ય કરવામાં આવી છે અને દૈવી ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા આ દવા બનાવવામાં આવી રહી છે.
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, "આજે અમને એ કહેવાનો ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવાનો 100 લોકો પર ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો, 3 દિવસમાં 69 ટકા દર્દીઓ સાજા થયા હતાં અને 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા હતાં….
પરંતું આ દાવા સામે સરકાર ના આયુષ મંત્રાલયે વાંધો ઉઠાવતા આચાર્ય બાલકૃષ્ણ એ ફેરવીતોળ્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com