ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
કોરોના સંક્રમણ દરમિયાન સરકારે શાળાના શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે નવા સિલેબસની સાથે એનસીઇઆરટીને સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આદેશ આપ્યાં છે. આમ શાળા શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમના ફ્રેમવર્ક (એનસીએફ) માં 15 વર્ષ પછી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ નવા માળખાનો ડ્રાફ્ટ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે અને નવો અભ્યાસક્રમ આવતા વર્ષે માર્ચ 2021 સુધીમાં તૈયાર જશે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શાળાના શિક્ષણ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. વિષયોના નિષ્ણાંતો, શાળા, શિક્ષણ સંસ્થાઓ ની પણ મદદ લેવાશે.
એનસીઇઆરટી દ્વારા શાળા પુસ્તકો અત્યાર સુધીમાં ફક્ત પાંચ વખત બદલાયા છે, 1975, 1988, 2000 અને 2005. 2020 ..રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી) પાઠયપુસ્તકોમાં ફેરફાર કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખશે કે બાળકોને પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ રોજીંદા જીવનમાં આગળ ઉપયોગી થાય એવું હોય.
મંત્રાલયે કહ્યું છે કે પાઠય પુસ્તકોમાં પુસ્તકનું જ રણ નહીં પણ સર્જનાત્મક વિચારસરણી, જીવન કુશળતા, ભારતીય સંસ્કૃતિ, કલા, સંગીત અને અન્ય વસ્તુઓ જેવી વધારાની વસ્તુઓ તેમાં શામેલ હોવી જોઈએ. નવા અભ્યાસક્રમ મુજબ વર્ગ 1 થી 12 ના તમામ પુસ્તકો બદલાશે. જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી એવા વિદ્યાર્થીઓ ને પણ ઘ્યાનમાં રાખે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com