ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
15 જુન 2020
15 મી જૂને મધરાતથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલના જણાવ્યા મુજબ પેટ્રોલમાં બે રૂપિયા અને ડીઝલમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે આજે મધરાતથી લાગુ થઈ જશે.
એક બાજુ લોકડાઉન ને કારણે લોકોનો આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે તેમ પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો કરી ગુજરાત સરકારે પડતા પાર પાટું માર્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક સુધારા બાદથી સતત 9મા દિવસે આ વિક્રમી ઊછાળો નોંધાયો છે. આછલાં થોડા દિવસોથી પૈસા મા વધારો થતો હતો પરંતુ આજે સિદધો 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે આ પહેલા સરકારે 14મી માર્ચે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 3ની એક્સાઈઝ ડયુટી વધારી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ, બે દાયકાના તળીયે પહોંચતા કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. 10 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 13નો વધારો કર્યો હતો..
આમ રોજગાર ધંધા ઠપ્પ થતા સરકારને મળતી ટેક્સની આવક બંધ થયી તો પેટ્રોલ ડિઝલમાં વધારો કર્યો. પરંતું જનતાની કોઈ આવક વધી નથી ત્યારે જોવાનું છે કે આ તેલ વધારો ક્યાં જઈને અટકે છે….