ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
4 જુન 2020
કોરોના અને લોકડાઉનની નિરસતા વચ્ચે રાજ્ય સભાની ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. સૂત્રોના કહેવા મુજબ અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. બીજી બાજુ વધુ બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી સંભાવના છે. જોકે અત્યાર સુધી કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો પહેલાં જ રાજીનામું આપી ચૂક્યા છે. આમ ગુજરાતની રાજકીય ઊથલપાથલ માં કોંગ્રેસે રાજ્યસભાની એક વધુ બેઠક ગુમાવવી પડે એવા સંજોગો ઊભા થયા છે, તો ભાજપ હંમેશની જેમ જીતની મુદ્રામાં છે. ભાજપ રાજ્ય સભા ની ત્રીજી બેઠક જીતવા ની નજીક છે. સામી બાજુ ગુજરાતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ભાજપ પર ચૂંટણી પહેલા ધારાસભ્યોની ખરીદી કરવાનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય છે કે બુધવારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની મુલાકાત લીધી હતી. જોકે આ મુલાકાતને રાજ્ય સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસે રાજ્ય સભાની સીટ ગુમાવી પડવાના કારણો નું પૃથક્કરણ કરતા જણાયું કે
# કોંગ્રેસમાં બંને ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ છે.
# બી.ટી.પી ના બે વોટ મળે તો જ કોંગ્રેસ જીતી શકે.
# અક્ષય પટેલ ના રાજીનામાંથી કોંગ્રેસની એક હાર પાક્કી.
# કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 67 થયું.
# કોંગ્રેસ ને જીતવા માટે 70 વૉટની જરૂર છે.
આમ રાજ્યસભાની મુદ્દે ગુજરાતમાં ભાજપે બરાબરની શતરંજની ચાલ ગોઠવી છે
જ્યારે આ મુદ્દે પ્રદેશ અધ્યક્ષએ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંની વાત પાયા વિહોણી હોવાનું જણાવ્યું છે..