Site icon

Garden Regeneration Scheme : કૃષિ જ્ઞાન, આંબાના જૂના બગીચાઓને નવસર્જન કરવા ગુજરાત સરકાર આપશે સહાય!

Garden Regeneration Scheme : જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવવાની પધ્ધતિ એટલે નવીનીકરણ. સામાન્ય રીતે જ્યાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે, એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કૂંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે વૃક્ષને ૩-૪ મીટરની ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે.

Garden Regeneration Scheme Gujarat government will provide assistance to renovate old mango orchards!

Garden Regeneration Scheme Gujarat government will provide assistance to renovate old mango orchards!

 News Continuous Bureau | Mumbai 

Garden Regeneration Scheme :  આંબાની ૪૦ થી ૫૦ વર્ષ કે તેથી વધુ જૂની વાડીઓમાં મોટા ઝાડોના કારણે ઉત્પાદનક્ષમતા ઓછી થતી હોય છે. જેથી આંબાના વૃક્ષોને ચોક્કસ ઊંચાઈએથી સંપૂર્ણપણે અથવા અંશત: છટણી કરી ત્યારબાદ કેળવણી કરી જૂના ઝાડને ફરીથી જુસ્સાદાર અને ઉત્પાદનક્ષમ બનાવવાની પધ્ધતિ એટલે નવીનીકરણ. સામાન્ય રીતે જ્યાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે, એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કૂંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે વૃક્ષને ૩-૪ મીટરની ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે. આ પ્રકારની છટણી બાદ આંબામાં મેઝનો ઉપદ્રવ માલૂમ પડે છે, જેથી તેના નિયંત્રણ માટે ખાસ પગલાં લેવા જરૂરી છે. મે-જૂન મહિ‌નામાં ફળ ઉતારી લીધા બાદ કે ચોમાસા પછીનો સમયગાળો આંબાવાડીના રીજુવિનેશન માટે ઘણો ઉપયુક્ત છે. આથી ખેડૂતોએ આ બાબત ધ્યાન રાખવી જોઇએ.

Join Our WhatsApp Community

Garden Regeneration Scheme :  નવીનીકરણથી રોગ-જીવાતનું પ્રમાણ ઘટે છે. 

નવીનીકરણ કર્યા બાદ આંબાના મેઢ થી ઝાડના થડનું રક્ષણ કરવું અને ચોમાસામાં આંબાવાડીયામાં ફૂગજન્ય રોગોથી બચાવના યોગ્ય પગલાઓ લેવા જરૂરી છે. નવીનીકરણથી ફાયદાઓ થાય છે જેમ કે, દરેક ઝાડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે અને ફળોનું કદ મોટું થાય છે. ઉત્પાદન વધે છે તેમજ દવા અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.

નવીનીકરણથી રોગ-જીવાતનું પ્રમાણ ઘટે છે. ઝાડનું કદ નાનું થવાથી મજૂરી-ખર્ચ ઘટે છે. જૂના લાંબા અંતરે વાવેતર કરેલ બગીચાઓને ઘનિષ્ઠ બગીચાઓમાં રૂપાંતર કરી શકાય છે. નવીનીકરણ કરવામાં એક પછી એક હાર એટલે એકાંતરે હાર પધ્ધતિથી કરવાથી જે આંબા ગીચ થઈ ગયા હોય તેમાં સૂર્ય પ્રકાશ અને હવાની અવર-જવર વધશે જેથી વચ્ચેની હારમાં ઉત્પાદન ચાલુ થઈ જશે અને બે કે ત્રણ વર્ષ પછી વચ્ચેની હાર ઉત્પાદન આપવાનું ચાલુ થશે. જે પછીની હારને નવીનીકરણ કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : Water conservation : કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ

Garden Regeneration Scheme : સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૪૦,૦૦૦

નવીનીકરણ માટે સહાય (વર્ષ ૨૦૨૪-૨૦૨૫): ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે બાગાયત વિભાગ દ્વારા આંબા પાક માટે એકમ ખર્ચ મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- પ્રતિ હેક્ટર. • પૃનિંગ, કટિંગ માટે એકમ ખર્ચ (મશીનરી/સાધનો/સર્વિસ વગેરે) મહત્તમ રૂ. ૪૦,૦૦૦/હેક્ટર •ગેપફિલિંગ એકમ ખર્ચ મહત્તમ રૂ. ૨૦,૦૦૦/હેક્ટર •સંકલિત રોગ-જીવાત અને પોષણ વ્યવસ્થાપન એકમ ખર્ચ રૂ. ૨૦,૦૦૦/હેક્ટર • સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૪૦,૦૦૦ તથા અનુ. જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતોને ૭૫% કે મહત્તમ રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં, બે માથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઈન્સ, સુરતની કચેરીનો સંપર્ક કરી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version