iKhedut Portal : અમદાવાદમાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ, આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો

iKhedut Portal : અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી કરી છે.

News Continuous Bureau | Mumbai 

iKhedut Portal :

Join Our WhatsApp Community

 અમદાવાદ જિલ્લામાં ફળ પાકો સહીત વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્ય સરકારની અનેકવિધ સહાય યોજનાઓ ખેડૂતોને પીઠબળ પૂરું પાડી રહી છે.

iKhedut Portal: Continuous development of horticulture in Ahmedabad, horticultural farmers get benefits of government schemes sitting at home through i-Khedut Portal

 

રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને કૃષિ સંબંધિત વિવિધ વિભાગની યોજનાઓના લાભો એક જ પ્લેટફોર્મ પરથી અને સરળતાથી મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોની અરજીઓ મંગાવવામાં આવે છે. આઈ-ખેડૂત પોર્ટલ થકી ખેડૂતો ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો મેળવી શકે છે.

 

અમદાવાદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી કરી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧,૧૧૫ અરજી, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૭૦૩ અરજી અને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૩,૦૫૧ અરજીઓ આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી બાગાયત ખાતાને મળી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જિલ્લાના ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ થકી વિવિધ બાગાયતી યોજનાઓમાં ₹૨૨.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ₹૭.૦૧ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૭.૨૦ કરોડ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૮.૭૦ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

બાગાયતદાર ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે તેમણે પ્રાકૃતિક શાકભાજી ઘટકમાં આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી હતી. અરજી કરતી વખતે તથા કર્યા બાદ કોઈપણ મૂંઝવણ હોય તો બાગાયત ખાતાની ઓફિસ પરથી જરૂરી તમામ માર્ગદર્શન મળી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો નિયત સમય મર્યાદા સુધી બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે પોર્ટલ પર અરજી કરી શકે છે. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો સહાય માટે અરજી કરી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Exit mobile version