News Continuous Bureau | Mumbai
iKhedut Portal : વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વર્તમાન યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા અને ખેતી કરવા માંગતા ખેડૂતો નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૨૪મી એપ્રિલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે ૪૭ જેટલા ઘટકો માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતો પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Local Mega Block : મુંબઈગરાની રજા બગડશે, રવિવારે ત્રણેય રેલ્વે લાઇન પર મેગાબ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડ્યુલ…