News Continuous Bureau | Mumbai
Natural Farming : રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જનઆંદોલન બને ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ૭૦ વર્ષીય રમેશભાઈ કલ્યાણભાઈ પટેલ વર્ષોથી પરંપરાગત ખેતી કરે છે. તેઓ પલસાણા તાલુકાના નાંદીડા ગામે ખેતીની જમીન ધરાવે છે. ૭૦ વર્ષીય રમેશભાઈ રાસાયણિક ખાતરના જમીનને થતા નુકસાનથી સારી રીતે વાકેફ છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો અપનાવતા થાય એ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ ખેડૂતોને આ ખેતીમાં જોડવા જનઆંદોલન ચલાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Farm Registration: વિદેશમાં ફળ-શાકભાજી પાકોની નિકાસ માટે ફાર્મનું રજિસ્ટ્રેશન કરી પ્રમાણપત્ર મેળવી લેવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ
તેમના પ્રાકૃતિક ખેતીના પ્રવચન સોશ્યલ મીડિયાના માધ્યમથી મેં અવારનવાર સાંભળ્યા હતા, ત્યારે બારડોલી સુગર ફેક્ટરી દ્વારા ગત તા.૨૪મીએ આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તેઓ માર્ગદર્શન આપવા આવવાના છે એવી જાણકારી મળતા અહીં તેમને પ્રત્યક્ષ સાંભળવાનો મોકો મળ્યો હતો. જેમાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ વાત પરથી મને પ્રેરણા મળી અને હવે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો છે.
પ્રાકૃતિક કૃષિ એટલે ખર્ચ વગરની ખેતી એમ જણાવી રમેશભાઈએ કહ્યું કે, ગુણવત્તાયુક્ત અને રસાયણયમુક્ત ખેતપેદાશ, સ્વસ્થ ખોરાક, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં મને દેખાઈ રહી છે. આવનાર સમય પ્રાકૃતિક કૃષિનો હશે એમ કહેવું જરાય ખોટું નથી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.