News Continuous Bureau | Mumbai
Kedhut Samelan :
- કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ:
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૯ મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે
- * ખેડૂત સંમેલન અંતર્ગત બાગાયતી પાક અને કેળા તથા શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ – પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર – પાક સંગ્રહ ગોડાઉનના ઈ-લોકાર્પણ
- * બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગર કેનનું ઈ-ખાતમુહૂર્ત થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે.
આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ એ ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે.
વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad City Police :ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું કરાયું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.
આ ઉપરાંત કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.
ગુરુવારે તા. ૧૨મી જૂને સવારે ૧૦:૦૦ કલાકે બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.