News Continuous Bureau | Mumbai
Natural Farming Training : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત, ઘઉં સંશોધન કેન્દ્ર-બારડોલી અને આત્મા પ્રોજેક્ટ-સુરતના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર-બારડોલી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત સુરત જિલ્લાની કૃષિ સખી અને સીઆરપી ભાઈ-બહેનો માટે તા.૧૨થી ૧૬ મે દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ રહી છે.
નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો.ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન. જી. ગામીત તથા KVK-સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ એચ.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ સખી અને સીઆરપી મળી કુલ ૯૪ તાલીમાર્થીઓને વેળાએ તાલીમાર્થીઓને નિદર્શન તેમજ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક, સુઠાસ્ત્ર, ઘનજીવામૃત બનાવવાની પ્રેક્ટીકલ તાલીમ અપાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Justice BR Gavai :જસ્ટિસ બીઆર ગવઈ બન્યા ભારતના 52મા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ; આટલા મહિનાનો રહેશે કાર્યકાળ
KVK-સુરતના વૈજ્ઞાનિક પ્રો. સુનિલ જે. ત્રિવેદીએ પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે ટેકનિકલ માહિતી આપી હતી. ડો.રાકેશ કે. પટેલે જુદા જુદા પાકમાં આવતી જીવાતો, રોગો તેની ઓળખ, નુકસાનનો પ્રકાર અને પ્રાકૃતિક ખેતીમાં જીવાતો અને રોગના નિયંત્રણ વિશે તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપી હતી. પ્રો. ભક્તિ બી. પંચાલે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિષે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.