News Continuous Bureau | Mumbai
King Cobra Viral Video: આજના યુગમાં મોટાભાગના લોકો વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે, પરંતુ જરા વિચારો જો તમે કોઈ ઓનલાઈન શોપિંગ ( Online Shopping Website ) વેબસાઈટ પરથી તમારા માટે કંઈક ઓર્ડર કર્યું હોય અને પેકેટ ખોલતા જ તેમાંથી જીવતો સાપ નીકળે તો? શું થશે…? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેંગલુરુ ( Bengaluru ) ના એક દંપતીએ દાવો કર્યો છે કે તેમને એમેઝોનના પેકેટની અંદર એક જીવંત કિંગ કોબ્રા સાપ ( King Cobra Snake ) નીકળ્યો છે. જો કે, સદનસીબે ઝેરી સાપ પેકેજિંગ ટેપ પર ચોંટી ગયો હતો અને કોઈ નુકસાન પહોંચાડી શક્યો ન હતો.
King Cobra Viral Video: જુઓ વિડીયો
A family ordered an Xbox controller on Amazon and ended up getting a live cobra in Sarjapur Road. Luckily, the venomous snake was stuck to the packaging tape. India is not for beginners 💀
— Aaraynsh (@aaraynsh) June 18, 2024
King Cobra Viral Video: ઓનલાઇન ડિલિવરીમાં નીકળ્યો કિંગ કોબ્રા
એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયર દંપતીએ એક ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ પરથી એક્સબોક્સ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તેમને પેકેજ મળ્યું ત્યારે તેની અંદર જીવંત કિંગ કોબ્રાને જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના દાવાએ ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ પછી એમેઝોને જણાવ્યું કે આવું કેમ થયું.
King Cobra Viral Video: સાપ અત્યંત ઝેરી પ્રજાતિનો છે
પાર્સલમાંથી બહાર આવતા સાપનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પાર્સલની અંદર એક સાપ જોવા મળે છે. દરમિયાન, પેકેજિંગ ટેપમાં ફસાયેલો કોબ્રા બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ સાપની ઓળખ સ્પેક્ટેક્લ્ડ કોબ્રા તરીકે થઇ છે, જે કર્ણાટકના વતની અત્યંત ઝેરી સાપની પ્રજાતિ છે. તે કથિત રીતે કબજે કરવામાં આવ્યો અને બાદમાં લોકોની પહોંચથી દૂર સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે.
King Cobra Viral Video: એમેઝોને માફી માંગ
દરમિયાન, દંપતીએ કહ્યું કે તેને રિફંડ મળી ગયું છે, પરંતુ આ ઘટનાને કારણે જો અપ્રિય ઘટના ઘટી હોત તો તેના માટે કોણ જવાબદાર હોત તેવા સવાલ ઉઠાવ્યા છે. તો બીજી તરફ એમેઝોને માફી માંગતા કહ્યું છે કે તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)