News Continuous Bureau | Mumbai
Train Seat Jugaad: તહેવારોની સિઝનમાં ભારતીય રેલ્વેમાં ભારે ભીડ જોવા મળે છે. દિવાળી વીતી ગઈ, પણ છઠ હજુ બાકી છે. આવી સ્થિતિમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે વધારાની ટ્રેનો પણ દોડાવી રહ્યું છે. જોકે, તહેવારની સીઝનમાં રેલવે સ્ટેશન હોય કે ટ્રેન દરેક જગ્યાએ ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં ટ્રેનમાં ભીડથી બચવા માટે મુસાફરે ગજબનો જુગાડ શોધી કાઢ્યો છે. આ દેશી જુગાડની મદદથી તે ખચોખચ ભરેલી ટ્રેનમાં પણ પોતાના માટે સીટ સુરક્ષિત કરી લે છે.
Train Seat Jugaad: જુઓ વિડીયો
The railway minister has started 7000 trains and the number of berths has been increased by promising passengers now there is no problem
Indians know the jugaad 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/SCJCHyC5oS— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) November 4, 2024
Train Seat Jugaad: બે અપર બર્થ વચ્ચે બાંધ્યો ખાટલો..
તમે અલાદીન નું ‘મેજીક કાર્પેટ તો જોયુ જ હશે. જે હવામાં ઉડી શકે છે. પરંતુ હવે એક મુસાફરે ચાલતી ટ્રેનમાં બે અપર બર્થ વચ્ચે ખાટલો બનાવી દીધો છે. તેનો જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે ટ્રેનના કોચમાં ભીડ છે. મુસાફરો તેમની ઉપરની બર્થ પર સૂઈ રહ્યા છે. જ્યારે એક વ્યક્તિ બે બર્થ વચ્ચેની જગ્યામાં દોરડા વડે ખાટલો બાંધતો જોવા મળે છે. હા, બર્થના છેડે લોખંડના પાઈપની મદદથી તે દોરડા વડે ફ્લેક્સિબલ બેડ તૈયાર કરતો જોવા મળે છે.
Train Seat Jugaad: યુઝર્સની કમેન્ટ
આ અજીબોગરીબ દેશી જુગાડને જોયા બાદ ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક વ્યક્તિએ લખ્યું- ફ્લાઈંગ ખાટલા પછી ભારતીય જનતાએ ટ્રેનમાં ખાટલો લૉન્ચ કર્યો. જ્યારે અન્ય કોઈએ ટિપ્પણી કરી – વાહ, ભારતીય જુગાડ, સર્વોચ્ચ… જ્યારે કેટલાક તેને આરામદાયક ફ્લેક્સિબલ બેડ કહે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)