News Continuous Bureau | Mumbai
સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન(GST Collection) 1.4 લાખ કરોડને વટાવી ગયું છે.
જુલાઈ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની(Goods and Services Tax) મદદથી કુલ 1.49 લાખ કરોડ રૂપિયા સરકારના તિજોરીમાં આવ્યા છે.
આ આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક(Income) કરતાં 28% વધુ છે.
જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે.
આ ઉપરાંત સેસ આયાત પર(Cess on imports) એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.
GST કલેક્શન જૂનમાં 1.44 લાખ કરોડ, મે મહીનામાં 1.40 લાખ કરોડ, એપ્રિલમાં 1.67 લાખ કરોડ અને માર્ચમાં 1.42 લાખ કરોડ હતું.
આ સમાચાર પણ વાંચો : ઇન્કમટેક્સ વિભાગની કડકાઈનો અસર- રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસે બધા દોડ્યા-જાણો કેટલા રિટર્ન ફાઇલ થયા-આંખો પહોળી થઈ જશે.