ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારતીય શેરબજારમાં ભભૂકી રહેલી તેજીથી રોકાણકારો માલામાલ થઈ રહ્યા છે.
માર્ચ 2020માં શેરબજાર પછડાયા બાદ અત્યાર સુધીમાં તેમાં 158 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 60000ની ઐતહાસિક સપાટી આજે પાર કરી ગયો છે અને આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રેકોર્ડ 161.27 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ વધીને 263 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ બાદ સેન્સેક્સ ગયા વર્ષે ગગડીને 26000 પર પહોંચી ગયો હતો અને તે સમયે કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને 101.6 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી.
કોરોનાના કારણે કેન્દ્ર સરકારે દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ ગયા વર્ષે શેર બજાર ગગડ્યું હતુ અને હવે શેરબજાર કુદકે ને ભૂસકે ઉપર જઈ રહ્યુ છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ ભારે વધારો થયો છે.
