Site icon

ના હોય!! સ્ટીવ જોબ્સના 42 વર્ષ જૂના સેન્ડલની થઇ હરાજી, અધધ આટલા કરોડમાં વેચાયા; આંકડો જાણીને રહી જશો દંગ..

 News Continuous Bureau | Mumbai

Apple ના સ્થાપક સ્ટીવ જોબ્સને (Steve Jobs) આ દુનિયાને અલવિદા કહ્યાંને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ લોકોમાં તેમની લોકપ્રિયતા ઓછી નથી થઇ. આ જ કારણ છે કે તાજેતરની હરાજીમાં જોબ્સના સેન્ડલની (sandals) જોડી $218,750 (આશરે રૂ. 1.7 કરોડ)માં વેચાઈ. સેન્ડલની જોડી માટે ચૂકવેલ આ સૌથી વધુ કિંમત છે. જોબ્સે આ બ્રાઉન સ્યુડે બિર્કેનસ્ટોક્સ સેન્ડલ (Brown Suede Birkenstocks Sandals) 1970ના મધ્યમાં ખરીદ્યા હતા. સેન્ડલની હરાજી કરનારના જણાવ્યા અનુસાર, સ્ટીવ જોબ્સના પગના નિશાન સેન્ડલના કોર્ક અને જ્યુટ ફૂટબેડમાં હાજર છે.

Join Our WhatsApp Community

ઓક્શન હાઉસની (Auction House) વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમના આ સેન્ડલ ખૂબ જ લોકપ્રિય હતા. Appleના ભૂતપૂર્વ CEO જોબ્સને 70 અને 80ના દાયકાના ફોટામાં આ ફૂટવેર (Footwear) પહેરેલા જોઈ શકાય છે. લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી પણ આ સેન્ડલ સારી સ્થિતિમાં છે. સેન્ડલના બંને પગમાં હજુ પણ મૂળ બિર્કેનસ્ટોક એડજસ્ટેબલ બકલ્સ છે. ઉપરાંત, સ્યુડે ચામડાનો પગનો પટ્ટો હજુ પણ અંદરની બાજુએ બિર્કેનસ્ટોક સ્ટેમ્પ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો:  વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..

વર્ષ 2018માં એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં જોબ્સની પત્ની ક્રિસન બ્રેનને કહ્યું હતું કે, સેન્ડલ સ્ટીવ જોબ્સની સાદગીનો એક ભાગ છે. આ એક રીતે તેમનો યુનિફોર્મ છે. યુનિફોર્મની ખાસ વાત એ છે કે તેને પહેરવાથી તમને એ ચિંતા નથી થતી કે સવારે શું પહેરવું અને શું નહીં. હરાજી પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સ્ટીવ જોબ્સના આ સેન્ડલ લગભગ 80 હજાર ડોલરમાં ખરીદી શકાય છે. જોકે સેન્ડલ ખરીદનારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

જોકે આ પહેલીવાર નથી જ્યારે તેમનો સામાન વેચાઈ રહ્યો હોય. તાજેતરમાં જ Apple-1 Prototype ની વેચાણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બિડિંગ દરમિયાન તેની કિંમત કરોડોમાં હતી. Apple-1 Prototype ની બિડ આટલી ઊંચી હોવાનું એક ખાસ કારણ છે. તેનો ઉપયોગ સ્ટીવ જોબ્સ કર્યો હતો.

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Exit mobile version