Ducati Diavel V4- પ્રીમિયમ બાઇકની પ્રથમ ઝલક-કાતિલ ડિઝાઇન તમને ખૂબ આવશે પસંદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Ducatiની નવી પાવર ક્રુઝર બાઇકનું(power cruiser bike) V4 એન્જીન સિલિન્ડર ડિએક્ટિવેશન ટેક્નોલોજી(Engine cylinder deactivation technology) સાથે આવે છે. આ પાવરફુલ બાઇક ડુકાટી રેડ અને થ્રીલિંગ બ્લેક(Ducati Red and Thrilling Black) બે કલરમાં જોવા મળે છે. એન્જિન ઉપરાંત તેની ચેસિસ અને સસ્પેન્શનમાં (chassis and suspension) પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ઇટાલીની(Italy) પોપ્યુલર બાઇક કંપની ડુકાટીએ નવી Diavel V4નું અનાવરણ કર્યું છે. બાઇક પ્રેમીઓ લાંબા સમયથી વિકાસમાં અપડેટની રાહ જોઇ રહ્યા છે. કંપનીએ પ્રીમિયમ પાવર ક્રૂઝરમાં સૌથી મોટો ફેરફાર બોલોગ્નાના V4 ગ્રાન્ટુરિઝમ એન્જિનના રૂપમાં કર્યો છે. એન્જિન અપગ્રેડ સિવાય ડુકાટીએ તેની સ્ટાઇલ અને ચેસિસમાં પણ મોટા ફેરફારો કર્યા છે.

ડિઝાઇનના સંદર્ભમાં ડુકાટી ડાયવેલ V4 મસ્ક્યુલર ચેંક હેડલેમ્પ્સની(Muscular Check headlamps) બંને બાજુએ એર વેન્ટ્સ આપેલા છે,., થીન ટેઇલ કમ્પાર્ટમેન્ટ(Thin tail compartment) સાથે સ્કૂપ્ડ સીટ અને હગર અને સિંગલ સાઇડેડ સ્વિંગઆર્મ સાથે મોટા રિઅર ટાયર જેવા ફિચર્સ સાથે આવે છે. આ ઉપરાંત ઇટાલિયન બ્રાન્ડને સી-આકારની એલઇડી ડીઆરએલ, મલ્ટિકલર ટોન અને ડાયમંડ કટ ઇફેક્ટ સાથે એલોય વ્હીલ્સ સાથે નવી એલઇડી હેડલાઇટ પણ મળી છે.

આ સમાચાર પણ વાંચો : OLA ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ઈરાદો છે- તો જાણો કેવી રીતે બુક કરવું- અહીં સંપૂર્ણ પ્રોસેસ વાંચો

ડુકાટીએ આમાં ક્વાડ એક્ઝોસ્ટ ટિપ્સ આપી છે. ડુકાટી લવર્સને નવી બાઇકમાં બ્લૂટૂથ સાથે 5.0 TFT ડિસ્પ્લે, ડાયનેમિક ઇન્ડિકેટર, ક્રુઝર કંટ્રોલ, લોન્ચ કંટ્રોલ, સિક્સ-એક્સિસ IMU, કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ અને વ્હીલ કંટ્રોલ જેવા સિક્યુરિટી ફિચર્સ પણ મળે છે. Ducati Devel V4 બે કલર ઓપ્શનમાં મળશે – Ducati Red અને Thrilling black.

ડુકાટીએ લેટેસ્ટ મોડલ માટે Granturismo V4, 1158 cc, લિક્વિડ-કૂલ્ડ 168hp પાવર એન્જિનનો ઉપયોગ કર્યો છે. નવું ડેવિલ્સ V4 એન્જીન સિલિન્ડર ડિએક્ટિવેશન સિસ્ટમ સાથે આવે છે જે ફ્યુઅલ યુઝ અને હીટિંગ ઘટાડવા માટે જરૂરિયાત મુજબ પાછળના બે સિલિન્ડરોને બંધ કરે છે. તેમાં બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર સાથે 6-સ્પીડ ગિયરબોક્સ મળે છે.

ઇટાલિયન કંપનીની નવી બાઇક ત્રણ પાવર મોડ અને ચાર રાઇડ મોડ – સ્પોર્ટ, ટુરિંગ, અર્બન અને વેટ મોડમાં આવે છે. હાલમાં ડુકાટીએ ભારતમાં તેના લોન્ચની જાહેરાત કરી નથી. જો કે જ્યારે પણ આ બાઇક દેશમાં દસ્તક આપશે દેખીતી રીતે તેની કિંમત વર્તમાન ડાયવેલ 1260 કરતા વધુ હશે. ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત 20.49 લાખ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો :  આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ- એક વર્ષમાં આપ્યું 10 ગણું રિટર્ન- સ્ટોક પર મારો એક નજર

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More