ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 મે 2020
રાજ્યમાં 25,000 કંપનીઓનું ઉત્પાદન શરૂ થયું છે. જે માટે 6 લાખ કામદારોની ભરતી કરવામાં આવી હોવાનો દાવો પણ ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ દ્વારા કરવામાં આવ્યો હતો. કોરોનાના સંકટથી વિશ્વભરના ઉદ્યોગો અને વેપાર લકવાગ્રસ્ત થઈ ગયા છે. તેની રાજ્ય પર પણ વિપરીત અસર પડી છે. જોકે, ઉદ્યોગ વિભાગે સમયસર નક્કર પગલા લીધા હોવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં સુધાર જોવા મળી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રેડ ઝોનને બાદ કરતાં, રાજ્યમાં અત્યાર સુધીમાં 57,745 ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી છે અને 25,000 કંપનીઓએ તેનું ઉત્પાદન શરૂ પણ કર્યું છે. નિશ્ચિત વીજળી બિલ અંગે ઉર્જા પ્રધાન સાથે બેઠક યોજાઈ છે અને જેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવશે તેટલો જ ચાર્જ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લોનના હપ્તાઓની ચુકવણી માટે પણ છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાજ્યના નાના ઉદ્યોગો માટે નાણાકીય પેકેજની જાહેરાત કરશે. લૉનનું કામ અંતિમ તબક્કામાં છે એમ પણ સુભાષ દેસાઈ આ એ જણાવ્યું હતું..