ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
19 ડિસેમ્બર 2020
એક બહુ તાળાબંધી ને લઈ ધંધા રોજગાર ઠપ્પ થવાને લીધે લોકો ભાડાના ઘરમાં જઈ રહ્યા છે. બીજી બાજુ રાજ્ય સરકાર અને બિલ્ડરો દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી અને મોટી રકમમાં અપાતા ડિસ્કાઉન્ટ ને પગલે જે ખરેખર ઘર ખરીદારો છે તેઓ વહેલી તકે ઘર ખરીદી રહયાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં 6,433 મિલકતના વ્યવહારની નોંધણી થઈ હતી. આ વખતે પહેલા પખવાડિયાની નોંધણીમાં જ આ રેકોર્ડ તૂટયો છે હવે 17 ડિસેમ્બર સુધી નોંધણી થયાના વ્યવહારની સંખ્યા 8,612 થઈ છે.
રોજ સરાસરી 850 કરોડની કિંમતના ઘરના વ્યવહાર થાય છે. મહિનાના અંત સુધી આ વ્યવહારની સંખ્યા 15 હજાર અને 2.25 હજાર કરોડના ટર્નઓવર થવાની શક્યતાના ચિન્હો મળતા વિક્રમ સર્જાય તેવી શક્યતા છે. કોરોનાને લીધે રિઅલ એસ્ટેટના વ્યવહારને ગ્રહણ લાગ્યું હતું. આથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડયુટીમાં આપેલી રાહત અને વિકાસકોએ આપેલી રાહતને લીધે બજાર સુધર્યું છે. ગત સાડા ત્રણ મહિનામાં શહેરમાં ૩૧,૪૩૮ મિલકતના વ્યવહાર નોંધાયા છે. જેમાાંથી ૯૬૮ કરોડનું મહેસૂલ મળ્યું છે.
ડિસેમ્બર મહિના બાદ સ્ટેમ્પ ડયુટીની રાહત ત્રણ ટકા પરથી બે ટકા પર આવશે. આથી આ મહિનામાં વધુને વધુ વ્યવહાર નોંધવા ઘસારો છે. તે ઉપરાંત 31 સુધીમાં સ્ટૅમ્પ ડ્યૂટી ભરી દો અને 30 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરવી શકાશે. જેને કારણે પણ વધું વ્યવહાર થઈ રહયાં છે.