News Continuous Bureau | Mumbai
એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન(Asia's richest businessman) ગૌતમ અદાણી(Gautam Adani) નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ(NEW DELHI TELEVISION LIMITED) એટલે કે NDTVમાં 29.18%નો હિસ્સો ખરીદવા જઈ રહ્યાં છે.
મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મંગળવારે અદાણી ગ્રુપે(Adani Group) આ વાતની જાહેરાત કરી હતી. AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સહાયક કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)ની મદદથી આ ઈનડાયરેક્ટ સ્ટેક ખરીદશે. AMG મીડિયા અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)ની સબ્સિડિયરી છે.
મિડિયા હાઉસમાં અહેવાલ મુજબ અદાણી ગ્રુપ NDTVમાં ગ્રુપમાં વધારાનો 26% હિસ્સો ખરીદવા માટે પણ 294 રૂપિયા પ્રતિ શેરના હિસાબે 493 કરોડ રૂપિયાની ઓપન ઓફર કરશે. AMNLના CEO સંજય પુગલિયાએ(Sanjay Puglia) કહ્યું, 'આ અધિગ્રહણ ઘણું જ મહત્વનું છે. AMNL ઈન્ફોર્મેશન અને નોલેજની(Information and Knowledge) સાથે ભારતીય નાગરિકો(Indian citizens,), ઉપભોક્તાઓ(Consumers) અને ભારતમાં રસ દાખવનારને સશક્ત બનાવવા માગે છે. NDTV અમારા વિઝનને પૂરાં કરવા માટે સૌથી સારું બ્રોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ચલણમાં ડોલર થયો વધારે મજબૂત તો યુરો પ્રથમ વખત થયો સસ્તો- જાણો શું છે કારણ
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ અદાણી ગ્રુપ દ્વારા સાંજે 6 વાગ્યેને 10 મિનિટે NDTVમાં સ્ટેક લેવાની જાહેરાત કરવામાં આવી. જેના બે કલાક પછી NDTVના CEOએ ઈન્ટરનલ મેઈલ(Internal mail) જાહેર કરીને કર્મચારીઓને કહ્યું કે અદાણી દ્વારા મીડિયા ગ્રુપમાં સ્ટેક લેવાના સમાચાર ચોંકાવનારા છે.આ અંગે અમને કોઈ જાણ થઈ છે કે ન તો અમારી સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે. ગ્રુપના CEOએ આ મામલે આગળ રેગ્યુલેટરી અને કાયદાકીય પગલાં ભરવાની વાત પણ કરી છે.