ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
જર્મનીની લક્ઝરી કાર ઉત્પાદક કંપની BMW Motorrad India પોતાનું સ્કૂટર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કેટલાક દિવસ પહેલાં કંપનીએ પોતાના અધિકૃત ટ્વિટર ઍકાઉન્ટ ઉપર નવા મૅક્સી સ્કૂટરનું ટિઝર શૅર કર્યું હતું, જેને કંપની આજે 12મી ઑક્ટોબરે લૉન્ચ કરશે.
BMW મૅક્સી સ્કૂટર ભારતમાં પ્રીમિયમ શ્રેણીનું સૌથી મોંઘું સ્કૂટર હશે. એમાં અનેક લેટેસ્ટ ફીચર્સ છે. આ સ્કૂટરમાં કંપનીએ 350 CCના દમદાર એન્જિન બેસાડ્યાં છે. આ એન્જિન સિંગલ સિલિન્ડર અને લિક્વિડ ફ્લુઇડ હશે.
મળેલી માહિતી મુજબ કંપનીએ BMW મૅક્સી સ્કૂટર C400GTની કિંમત પાંચ લાખ રૂપિયા જેટલી રાખી છે. તેમ જ એક લાખના ટોકન સાથે પ્રી-બુકિંગ કરી શકાશે. ભારતમાં આ સ્કૂટર કરતાં ઓછી કિંમતના વધુ ઉત્તમ સ્કૂટર ઉપલબ્ધ છે. એવામાં ભારતના બજારમાં આ સ્કૂટરને કેવો રિસ્પૉન્સ મળે છે એ જોવાનું રહ્યું.
મૅક્સી સ્કૂટર રિવાઇઝડ ઑટોમૅટિક સ્ટેબિલિટી કંટ્રોલ સાથે જોડવામાં આવ્યું છે. એની ટૉપ સ્પીડ 139 પ્રતિ કલાકની છે. સ્કૂટરની બ્રેક સિસ્ટમ ઉપર પણ ખાસ કામ કરવામાં આવ્યું છે.