363
Join Our WhatsApp Community
દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીને માત્ર એક જ સમાચારથી ઘણું નુકસાન થયું છે.
ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 2 દિવસમાં 5.5 અબજ અમેરિકી ડોલર (આશરે 40,000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.
સોમવારે એવા સમાચાર વહેતા થયા હતા કે, નેશનલ સિક્યોરિટી ડિપોજિટરી લિમિટેડ (NSDL)એ 3 વિદેશી ફંડોના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે.
આ કારણે અદાણી જૂથની કંપનીઓના શેર ગોથા ખાવા લાગ્યા હતા અને મોટા ભાગના શેરોમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે આ સમાચાર સામે આવતા જ સોમવારે શેર માર્કેટના શરૂઆતના વેપાર દરમિયાન જ ગૌતમ અદાણીની નેટવર્થમાં અચાનક 10 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો થયો હતો.
You Might Be Interested In