કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈનો સપાટો, એનએસઈ કો-લોકેશન કૌભાંડ મામલે આટલા સ્થળોએ દરોડા;  હાથ ધર્યું સર્ચ ઓપરેશન.. 

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઈએ(CBI) એનએસઈ(NSE) કો-લોકેશન કૌભાંડ(Co-location scam) મામલે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. 

સીબીઆઈએ દિલ્હી(delhi), મુંબઈ(Mumbai), કોલકાતા(Kolkata), ગાંધીનગર(Gandhi nagar), નોએડા(Noida) અને ગુરૂગ્રામ(Gurugram) ખાતે 10થી વધારે સ્થળોએ સર્ચ ઓપરેશન(Search operation) હાથ ધર્યું છે. 

આ તમામ સ્થળો આ કેસ સાથે સંબંધિત બ્રોકર્સ(Brokers) સાથે સંકળાયેલા છે. 

NSEના પૂર્વ વડા અને હાલ જેલમાં છે તે ચિત્રા રામકૃષ્ણ(Chitra Ramakrishna) સાથે આ કેસ જોડાયેલો હોય એવી શક્યતા છે. 

ચિત્રા સામે કો લોકેશન કેસમાં બ્રોકરને મદદગારી કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને EDએ નવી દિલ્હી(Newdelhi) અને ગુરૂગ્રામમાં નવ જેટલા સ્થળોએ કો લોકેશન કેસ મામલે દરોડા(Raid) પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  બેંક અકાઉન્ટમાં ઓછું બેલેન્સ હશે તો તમે સરકારની આ યોજનાના લાભથી વંચિત રહી જશો. આટલા લાખનું નુકસાન થઈ શકે છે. જાણો શું છે સરકારની આ યોજના…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *