ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
દેશમાં આજે ફરી એકવાર સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે.
મુંબઈમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2નો વધારો થયો છે, જ્યારે પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 1.50નો વધારો થયો છે.
ભાવ વધારા બાદ મુંબઈમાં હવે સીએનજીની નવી કિંમત 65.30 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. તો પીએનજીની કિંમત 38 રૂપિયા પ્રતિ યૂનિટ થઈ છે.
આ ભાવ વધારાની સીધી અસર ક્ષેત્રના આઠ લાખ લોકો પર પડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર વિસ્તારમાં છેલ્લા 11 મહિનામાં સીએનજીની કિંમતમાં 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.