Site icon

હેં! બજારમાંથી ગાયબ થઈ રહી છે રૂ.2000ની નોટો.. જાણો કયાં જતી રહી આ નોટ…

How to deposit or exchange Rs 2000 currency notes

2000 currency notes: જો હવે કોઈ 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરવું? જાણો શું કહ્યું RBIએ

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક વર્ષોથી ચલણમાં(currency) બે હજાર રૂપિયાની નોટની(Two thousand rupee note) સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષના માર્ચના અંત સુધીમાં કુલ ચલણી નોટોમાં(Currency notes) તેમનો હિસ્સો ઘટીને 214 કરોડ અથવા 1.6 ટકા થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના વાર્ષિક અહેવાલમાં બહાર આવી છે. 

Join Our WhatsApp Community

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2020ના અંતમાં ચલણમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટોની સંખ્યા 274 કરોડ હતી. આ આંકડો ચલણમાં રહેલી કુલ ચલણી નોટોના 2.4 ટકા હતો. આ પછી માર્ચ 2021 સુધીમાં ચલણમાં 2000ની નોટોની સંખ્યા ઘટીને 245 કરોડ અથવા બે ટકા થઈ ગઈ. ગયા નાણાકીય વર્ષના અંતે આ આંકડો ઘટીને 214 કરોડ અથવા 1.6 ટકા થઈ ગયો હતો.

માર્ચ 2020માં 2000 રૂપિયાની નોટની કુલ કિંમત તમામ મૂલ્યની નોટોના કુલ મૂલ્યના 22.6 ટકા હતી. માર્ચ 2021માં આ આંકડો ઘટીને 17.3 ટકા અને માર્ચ 2022માં 13.8 ટકા થયો હતો. રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્ચના અંતે રૂ. 500 મૂલ્યની નોટોની સંખ્યા વધીને 4,554.68 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3,867.90 કરોડ હતી.

આ સમાચાર પણ વાંચો : હાશ!! ક્રેડિટ કાર્ડ ઘારકોને RBIએ આપી આ મોટી રાહત… જાણો વિગતે

અહેવાલ મુજબ 500 રૂપિયાની નોટ (34.9 ટકા) સૌથી વધુ ચલણમાં હતી. તે પછી 21.3 ટકા સાથે 10 રૂપિયાની નોટો હતી. રિપોર્ટ અનુસાર તમામ મૂલ્ય વર્ગમાં ચલણમાં રહેલા કરન્સીનું કુલ મૂલ્ય માર્ચ 2021માં રૂ. 28.27 લાખ કરોડથી વધીને આ વર્ષે માર્ચમાં રૂ. 31.05 લાખ કરોડ થયું છે.
 

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version