News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના (crude oil ) ભાવમાં 40 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે, તેની અસર ભારતમાં સ્થાનિક સ્તરે જણાઈ રહી છે. ભારતમાં જથ્થાબંધ ગ્રાહકો માટે ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ રિટેલમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ બલ્ક યુઝર માટે ભાવ વધારવાને કારણે વધતે ઓછે અંશે તેની અસર રિટેલ બજારને પણ થશે એવું માનવામાં આવે છે.
મોંઘવારીની ચક્કીમાં પીસાય રહેલા સામાન્ય નાગરિકોને આગામી સમયમાં વધુ મોંધવારીનો ફટકો પડી શકે છે. જથ્થાબંધ ડિઝલમાં પ્રતિ લિટરે 25 રૂપિયાનો વધારો થયો છે. આ નિર્ણયથી કંપનીઓ, મોસ સહિત જથ્થાબંધ ગ્રાહકોને મળતું ડીઝલ મોંઘું થશે. હાલ પૂરતું તો પેટ્રોલ પંપ પર વેચવામાં આવતા રિટેલ ડિઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : રોકાણકારોની ચિંતામાં વધારો!! IPO લાવનારી 50માંથી 36 કંપનીના શેરના ભાવ ગગડયા.. જાણો વિગતે
ચાલુ મહિનામાં પેટ્રોલ પંપ પર ડીઝલના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. ખાનગી બસ ઓપરેટરો, કંપનીઓ અને મોલ જેવા જથ્થાબંધ ગ્રાહક સામાન્ય રીતે પેટ્રોલિયમ કંપની પાસેથી સીધુ ડીઝલ ખરીદે છે.
જથ્થાબંધ ગ્રાહકોમાં સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ, રેલવે અને વિવિધ પરિવહન કોર્પોરેશન, ખાનગી બસ ઓપરેટર, પાવર પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ સહિત અન્ય ઔદ્યોગિક પ્લાન્ટનો સમાવેશ થાય છે. એ સિવાય ઍરપોર્ટ, મોલ અને અન્ય ઔદ્યોગિક એકમ પણ બલ્કમાં ડિઝલની ખરીદી કરે છે. જોકે તાજેતરમાં જ જથ્થાબંધ ગ્રાહકોએ પણ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાનું ચાલુ કર્યું હતું. તેથી પેટ્રોલિયમ કંપનીઓને રિટેલ વેચાણમાં જંગી નુકસાનનો સામનો કરવો પડયો હતો.