News Continuous Bureau | Mumbai
ટેસ્લા(Tesla)ના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ(Richest Person) એલન મસ્ક (Elon Musk) હવે સત્તાવાર રીતે માઇક્રોબ્લોગિંગ સાઈટ(Microblogging Site) ટ્વિટર(Twitter) ના માલિક બની ગયા છે. ગુરુવારે એક સિંક લઈને તેઓ ટ્વિટરના હેડક્વાર્ટર્સ(Headquater) માં આવ્યા હતા અને અનેક કર્મચારીઓ સાથે મુલાકાત પણ કરી.
માલિક બનતાની સાથે જ મસ્ક હવે એક્શન મોડમાં આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કે ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ(Parag Agrawal) ને CEO પદથી હટાવી દીધા છે, આટલું જ નહીં CFO નેડ સેગલની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત બંને કર્મચારીઓને હેડક્વાર્ટર્સમાંથી પણ તગેડી મુકવામાં આવ્યા છે
આ સમાચાર પણ વાંચો : વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં એલન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદવાને લઈને દાવો કરવામાં આવ્યો હતો અને ભાગીદારી માટે ઑફર કરવામાં આવી હતી. કુલ 44 અબજ ડોલરમાં ડીલ (Twitter deal) કરવા માટે એલન મસ્ક તૈયાર હતા, જોકે બાદમાં ફેક અકાઉન્ટ(Fake account) ના મુદ્દાને લઈને ડીલને હોલ્ડ કરવામાં આવી હતી, ફરી ઓકટોબર મહિનામાં મસ્કનું મન બદલાયું અને ફરીથી ઓફર કરવામાં આવી અને ગઇકાલે તેઓ અચાનક જ ટ્વિટરની ઓફિસે પહોંચ્યા હતા.