ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
5 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $ 1.492 અરબ ડોલર વધીને 641.008 અરબ ડોલર થયું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, FCAs 950 મિલિયન ડોલર વધીને 577.951 બિલિયન ડોલર થઈ ગયા છે.
વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી અસેટ્સ (FCAs)માં વધારો હતો, જે કુલ ભંડારનો મોટો હિસ્સો બનાવે છે.
8 ઓક્ટોબરે પૂરા થયેલા અગાઉના સપ્તાહમાં ભંડારમાં 2.039 બિલિયન ડોલરનો વધારો થયો હતો અને તે 639.516 બિલિયન ડોલર હતો.
