મોંધવારીનો માર-આજથી થઈ રહેલા છે આ મોટા ફેરફાર-તમારા ખિસ્સા પડશે મોટો ફટકો

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહિનો બદલાવા સાથે જ આજથી ઘણી વસ્તુઓ પણ બદલાઈ રહી છે. આમાંની કેટલીક બાબતો તમારા પર્સનલ ફાઇનાન્સ(Personal Finance) સાથે સંબંધિત છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જૂન મહિનાની શરૂઆત જ મોંધવારીના(Inflation) માર સાથે થઈ રહી છે.

આજથી દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ(State Bank of India) હોમ લોન(Home loan) માટેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(External Benchmark Lending Rate) વધારી દીધા છે.હવે આ બેંચમાર્ક દર 0.40 વધીને 7.05 ટકા થઈ ગયો છે. તો રેપો લિંકડ લેન્ડિંગ રેટ(Repo Linked Landing Rate) પણ 0.40 થી વધીને 6.65 ટકા થઈ ગયો છે. પહેલા આ બંને અનુક્રમે 6.65 ટકા અને 6.25 ટક  હતો. આ વ્યાજ દર(Interest rate) પહેલી જૂન એટલે કે આજથી લાગુ પડશે.

સ્ટેટ બેંકે માર્જિનલ કોસ્ટ(Marginal cost)-બેસ્ટ લેન્ડિંગ રેટને(Best landing rate) પણ 0.10 ટકા વધાર્યો છે, જે 15મેથી લાગુ થઈ ગયો છે.  આ મહિને રિઝર્વ બેંક (RBI)ની એમપીસીની બેઠક થવાની છે, જેમાં રેપો રેટને વધારવામાં આવે એવી શક્યતા છે. જો એવું થાય છે તો બેંક લોન સહિત તમામ લોનનું વ્યાજ વધી જશે. એટલે કે સ્ટેટ બેંકની સાથે જ અન્ય બેંકના વ્યાજ દર પણ આ મહિને વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  અર્થતંત્રની ગાડી પર લાગી બ્રેક- ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP ઘટીને આટલા ટકા થયો -જાણો સમગ્ર નાણાકીય વર્ષની સ્થિતિ

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય(Ministry of Roads, Transport and Highways) દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તે હિસાબે 1000CC સુધીની એંજિન ક્ષમતાવાળી કારના ઈન્સ્યોરન્સ પ્રીમિયમ(Insurance premium) 2,094 રૂપિયા થશે. કોવિડ પહેલા 2019-20માં 2,072 રૂપિયા હતા. જે હવે  1000CC થી 1500 CC સુધીની કારના ઈન્સ્યોરન્સ પ્રીમિયમ 3,416 રૂપિયા થશે. જે પહેલા 3,221 હતું. એ સિવાય જો તમારી કારનું એન્જિન 1500 CCથી વધુ છે, તો હવે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટીને 7,890 થઈ જશે જે પહેલા 7,897 રૂપિયા હતું. સરકારે 3 વર્ષના સિંગલ પ્રીમિયમને પણ વધાર્યુ છે. 1000CC સુધીની કાર માટે હવે તે 6,521 રૂપિયા  અને 1500 CC સુધીની કાર મટે 10,540 રૂપિયા અને 1500 CCની ઉપરની કાર માટે 24,596 રૂપિયા કરી નાખ્યું છે.  એ સાથે જ ટુ વ્હીલર વાહનો માટે પણ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વધારી દીધું છે. એટલે હવે કાર ખરીદવી પણ મોંઘી પડશે.

ગોલ્ડ હોલમાર્કિંગ પણ બીજા ફેઝમાં પહેલી જૂનથી થવાનું છે. હવે 256 પહેલા જિલ્લાની સાથે જ હવે નવા 32 જિલ્લામાં પણ અસેઈંગ એન્ડ હોલમાર્કિગ સેન્ટર(Assessing and Hallmarking Center) ખુલવાના છે. ત્યારબાદ આ બધા 288 જિલ્લામાં સોનાના ઘરેણાં પર હોલમાર્કિંગ(Hallmarking) ફરજીયાત થશે આ જિલ્લાઓમાં હવે 14,18, 20,22, 23 અને 24 કેરેટના જ ઘરેણા વેચી શકાશે. હોલમાર્કિંગ વગર ઘરેણાં વેચી શકાશે નહીં

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે(Indian Post Payment Bank) કહ્યું છે કે હવે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ(Enabled payment system) માટે ઈશ્યુઅર ચાર્જ ચૂકવવો પડશે.  આ ચાર્જ 15 જૂનથી લાગુ પડશે આ ફેરફાર સાથે દર મહિને ત્રણ ટ્રાન્જેક્શન મફત હશે. ચોથા ટ્રાન્ઝેકશન થી દર વખતે 20 રૂપિયા પ્લસ જીએસટી ભરવો પડશે. રોકડ ભરવા અને કાઢવા સાથે મિની સ્ટેટમેન્ટ માટે પણ ચાર્જ ચુકવવો પડશે. મિની સ્ટેટમેન્ટ માટે પાંચ રૂપિયા પ્લસ જીએસટી લાગુ પડશે. અત્યાર સુધી આ સર્વિસ મફત મળતી હતી.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે કે ધનિકો પણ ભારે દેવામાં ડૂબેલા છે-જાણો અદાણી અને અંબાણી પર કેટલી લોન નું ભારણ છે.-જાહેર થયો રિપોર્ટ

પ્રાઇવેટ સેક્ટરમાં એક્સિસ બેંકે(Axis Bank) સેમી અર્બન અને રૂરલ વિસ્તારમાં ખાનગી સેવિંગ અને સેલેરી પ્રોગામના ખાતા માટે સરેરાશ માસિક બેલેન્સની લિમીટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી નાખી છે. જો ગ્રાહક એક લાખ રૂપિયા સુધીની ટર્મ ડિપોઝિટ રાથે છે તો તેને આ શરતથી રાહત મળશે. આ લિબર્ટી સેવિંગ એકાઉન્ટ મટે પણ લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી નાખી છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત વધી રહી છે, તેથી દેશમાં LPG સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા છે. આ અગાઉ 19 મેના સિલિન્ડરમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More