Site icon

હવે સોનાનો ભાવ ઉછળશે- આ કારણ છે જવાબદાર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

લગ્નસરાની મોસમ(Wedding season) છે અને મોટા પ્રમાણમાં ખરીદી નીકળી છે ત્યારે દેશમાં સોનાના ભાવ(gold price) આગામી દિવસમાં  ઉછાળો જોવા મળે એવી શક્યતા છે. સોનાના દરમાં(gold rate) વધારો માટે રશિયામાંથી(Russia) સોનાની આયાત(Gold imports) પર મૂકવામાં આવનારા પ્રતિબંધને જવાબદાર માનવામા આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

દુનિયાના સાત શક્તિશાળી લોકશાહી અર્થતંત્રો(Democratic economies) ગ્રૂપ ઓફ સેવન( G-7)એ રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુક્રેન(ukraine) પર રશિયાએ કરેલા આક્રમણને કારણે આ આર્થિક પ્રતિબંધ(Economic sanctions) મૂકવામાં આવ્યો હોવાનું કહેવાય છે. રશિયા સોનાની લગભગ 90 ટકા નિકાસ ( G-7) દેશોને કરે છે.

રશિયન પ્રમુખ(Russian President) વ્લાદિમિર પુતિન(Vladimir Putin) પર દબાણ લાવવાના આશયથી જર્મનીમાં ( G-7) દેશોની જાહેરાતને પગલે વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવ ઉછળવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : શાનદાર મૂડમાં શેર બજાર- તમામ સેક્ટરમાં સારી શરૂઆત- આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી 

અમેરિકન પ્રમુખ(American President) જો બાઈડેને(Joe Biden) ટ્વિટર(Twitter) પર કહ્યું હતું કે ( G-7) સાથે મળીને જાહેરાત કરશે કે તેઓએ રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાના અર્થતંત્રમાં સોનાની નિકાસની મોટી ભાગીદારી છે અને તેમાંથી રશિયા અબજો ડોલરની કમાણી કરે છે.

વર્ષ 2021માં રશિયાએ 12.6 અબજ પાઉન્ડ સોનાની નિકાસ કરી હતી. 2020માં  રશિયાએ 19 અબજ ડોલરના સોનાની નિકાસ કરી હતી. જે સોનાની વૈશ્વિક નિકાસના લગભગ પાંચ ટકા છે. 
 

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version