News Continuous Bureau | Mumbai
વૈશ્વિક સ્તરે બજારમાં રહેલી અસ્થિરતા વચ્ચે ભારતીય શેરબજાર(Indian stock market) પર ઉપર નીચે થઈ રહી છે. શેર બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ(Investors) હવે સોના(Gold) તરફ દોટ મૂકી છે. લોકો હવે સોનામાં રોકાણને(Gold Invest) પ્રાધાન્ય આપી રહ્યા છે. શેર-બજારની ચઢ-ઉતરની અસર સોનાના ભાવને(gold price) પણ વર્તાઈ રહી છે. એમ કહીએ તો સોનું સસ્તુ થઈ રહ્યું છે. બુધવારે સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 52,300 રહ્યો હતો.
આ મહિનાની શરૂઆતથી સોના-ચાંદીના ભાવમાં(Gold-silver prices) ચઢ-ઉતર જોવા મળી રહી છે. મે મહિનાના અંતમાં 24 કેરેટ સોનાના દર 51,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જૂનના પહેલા દિવસે 50,606 પ્રતિ ગ્રામ થઈ ગયો હતો. 3 જૂનના સોનાના દરમાં વધારો થઈને તે 51,455 રૂપિયા પર પહોંચ્યો હતો. ત્યાર બાદ સોનાના દરમાં ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. 10 જૂન સુધીમાં દર 51,000ની નીચે આવીને સોનુ 50,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : વિમાનની મુસાફરી થશે મોંધી – જેટ ફ્યૂલના ભાવમાં ફરી કરાયો આટલા ટકાનો વધારો- હવાઈ ઇંધણની કિંમત પહોંચી નવા રેકોર્ડ સ્તરે
13 જૂનના સોનાના દરમાં ફરી તેજી જોવા મળી હતી. તે વખતે સોનાના દર(Gold rates) 51,435 સુધી પહોંચી ગયા હતા. શેરબજારમાં 14 જૂનના મોટો ઘટાડો થઈને દર 50,647 રૂપિયા પર આવ્યો હતો. એક દિવસમાં સોનાનો દર 212 રૂપિયાથી ઘસરી ગયો હતો. સોનાના દર ઘસરી જવાથી સોનામાં રોકાણ કરનારા માટે સારી સંધી ઉપલબ્ધ થઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના કહેવા મુજબ આગામી દિવસમાં સોનાના ભાવમાં હજી ઘટાડાની શક્યતા છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિયેશનના(Indian Bullion Jewelers Association) નેશનલ સ્પોક પર્સન(National Spokesperson) કુમાર જૈનના(Kumar Jain) જણાવ્યા મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વે(US Federal Reserve) બુધવારે વ્યાજદરોમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. તેને કારણે ત્યાંની ઈકોનોમી(Economy) હજી વીક થવાની છે. તેમાં પાછું ડોરલના ભાવ પણ ઊંચા છે. તેથી તેની અસર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. શેરબજારની અસ્થિરતા વચ્ચે લોકો સોનામાં રોકાણ તરફ વળી રહ્યા છે. આગામી દિવસમાં સોનાના ભાવ હજી ઉતરશે અને તેની ખરીદી હજી વધશે એવું અનુમાન છે.