News Continuous Bureau | Mumbai
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે(Ministry of Road Transport and Highways) વાહનોની વિવિધ કેટેગરી માટે થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યૉરન્સ પ્રીમિયમ(Third party motor insurance premium) ૧ જૂનથી વધારવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને કારણે કાર અને ટુ વ્હિલર્સના ઇન્સ્યોરન્સ(Two wheeler insurance) મોંઘાં થવાની શક્યતા છે.
સરકારે કોરોના મહામારીના(corona pandemic) બે વર્ષ બાદ વાહનોના ઇન્સ્યોરન્સ(Vehicle insurance) પ્રીમિયમનો દર(Rate of premium) વધારવાનો નિર્ણય લીધો છે.
મંત્રાલયે બુધવારે બહાર પાડેલા સુધારિત દર અનુસાર ૧૦૦૦ સીસીની ક્ષમતાનાં એન્જિનો ધરાવતી પ્રાઇવેટ કાર(Private car) માટે વીમાના પ્રીમિયમના ૨૦૯૪ રૂપિયા ચૂકવવાના રહેશે.
આ સમાચાર પણ વાંચો : નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સામે RBI ની લાલ આંખ, આટલી કંપનીના લાયસન્સ રદ્દ કર્યા.. જાણો વિગતે
વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૦૦૦ સીસી એન્જિનની પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર ૨૦૭૨ રૂપિયા હતો. એવી જ રીતે ૧૦૦૦ સીસી થી ૧૫૦૦ સીસી સુધી ક્ષમતા ધરાવતી પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર અગાઉના ૩૨૨૧ રૂપિયાથી વધારીને ૩૪૧૬ રૂપિયા કરવામાં આવ્યો છે. ૧૫૦૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતી પ્રાઇવેટ કારના પ્રીમિયમનો દર ૭૮૯૭ રૂપિયાથી ઘટાડીને ૭૮૯૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ૧૫૦ સીસીથી ૩૫૦ સીસીની ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સના ઇન્સ્યૉરન્સ પ્રીમિયમનો નવો દર ૧૩૬૬ રૂપિયા અને ૩૫૦ સીસીથી વધુ ક્ષમતા ધરાવતા ટુ વ્હિલર્સના ઇન્સ્યૉરન્સ પ્રીમિયમનો નવો દર ૨૮૦૪ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.