News Continuous Bureau | Mumbai
કાલબાદેવી(Kalbadevi)માં એક બુલિયન કંપનીએ પોતાની 35 સ્કવેર ફૂટની ઓફિસમાં ફ્લોરની નીચે અને દીવાલમાં 9.8 કરોડ રૂપિયાની રોકડ રકમ સહિત 13 લાખ રૂપિયાની કિંમતની 19 કિલોગ્રામ ચાંદી(Silver) છૂપાવી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ (GST) અને ઈન્કમ ટેક્સ(IT)ને તેમની કાર્યવાહી દરમિયાન આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ (GST) અને ઈન્કમ ટેક્સ(IT)ના અધિકારીઓના કહેવા મુજબ ઝવેરી બજારની ચામુંડા બુલિયન હવાલા સહિત ખોટા ટેક્સ ક્રેડિટ(Tax credit)ના ક્લેમમાં શામેલ હોવાની શંકા છે.
GSTને તાજેતરમાં કંપનીના ટ્રાન્ઝેક્શનમાં સ્ક્રુટીની દરમિયાન કંઈક ગડબડ જણાઈ હતી, તેથી તેમણે ચામુંડાના છેલ્લા 3 વર્ષના ટ્રાન્ઝેકશન તપાસ્યા હતા. જેમાં તેનું ટર્ન ઓવર 23 લાખથી સીધું 1,764 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હોવાનું જણાયું હતું.
આ સમાચાર પણ વાંચો : આગામી સપ્તાહે ખુલશે આ ફૂટવેર કંપની નો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો કેટલું રોકાણ કરવું પડશે?
હેં!! 35 #સ્કવેરફૂટની #ઓફિસની દિવાલમાં #બુલિયન #કંપનીએ છુપાવ્યા હતા આટલા કરોડ રૂપિયાની #રોકડ અને #ચાંદી. #GST–#IT કરી કાર્યવાહી.. જાણો વિગતે #incometax #GST #bullioncompany #zaveribazar#raid #silver #ITraid #watchvideo pic.twitter.com/mdGwUHY6so
— news continuous (@NewsContinuous) April 23, 2022
તેથી GST અને IT ખાતાએ કાલબાદેવી(Kalbadevi)માં આવેલી ઓફિસ સહિત 3 જગ્યા પર રેડ પાડી હતી. 35 સ્કવેર ફૂટની ઓફિસમાં શરૂઆતમાં તેમને હાથમાં કંઈ લાગ્યું નહોતું. બાદમાં તેમને ઓફિસના ફ્લોરની ટાઈલ્સ ગડબડ જણાઈ હતી. તેથી સ્ક્રુડ્રાઈવરથી ટાઈલ્સ માં લાગેલા સ્ક્રુ ખોલી નાખ્યા હતા, જેમા તેમને રોકડ રકમ ભરેલી ગુણીઓ ફ્લોર નીચેથી મળી આવી હતી. વધુ તપાસ દરમિયાન દિવાલથી અંદરથી પૈસા ભરેલી બીજી બેગ મળી આવી હતી. અધિકારીઓને રોકડ રકમ ગણાતા 6 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. રોકડ રકમની સાથે જ ચાંદી મળી આવી હતી.
GST અને IT ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તમામ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.