News Continuous Bureau | Mumbai
નવી રેટ્રો સ્ટાઇલ બાઇકે(Retro style bike) ભારતીય બાઇક માર્કેટમાં(Indian bike market) જોરદાર એન્ટ્રી કરી છે. જાપાની બાઇક (Japanese bike) નિર્માતા કંપની કાવાસાકીએ(Manufactured by Kawasaki) Kawasaki W175 બાઇકને 1.47 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત(Ex-showroom price) સાથે લોન્ચ કરી છે. આ કિંમત સીરીઝ સાથે Kawasaki W175 ભારતીય બજારમાં(Indian market) સૌથી સસ્તી Kawasaki બાઇક બની ગઈ છે. અગાઉ કાવાસાકીની સૌથી પોપ્યુલર બાઇક નિન્જા 300 (Popular Bike Ninja 300) હતી. લેટેસ્ટ રેટ્રો સ્ટાઇલ બાઇકની ડિઝાઇન કાવાસાકી W800 બાઇકથી પ્રેરિત છે. તેમાં રાઉન્ડ હેડલાઇટ(Round headlights) અને બોક્સી પેનલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Kawasaki W175 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.
કાવાસાકી W175 ની ટોચની 10 સ્પેશિફિકેશન અને ફિચર્સ(Specifications and Features)
Kawasaki W175 બાઈકમાં એક સરળ એનાલોગ સ્પીડોમીટર (Simple analog speedometer) અને 6 ટેલ લાઈટ્સ (Tail lights) છે.
6 ટેલ લાઇટના રૂપમાં, તે ન્યુટ્રલ, હાઇ બીમ, ટર્ન ઇન્ડિકેટર અને વોર્નિંગ લાઇટની પેર આપવામાં આવેલી છે.
કાવાસાકીએ નવી રેટ્રો સ્ટાઇલ બાઇકના બે મોડલ લોન્ચ કર્યા છે – સ્ટાન્ડર્ડ (બ્લેક કલર) અને સ્પેશિયલ એડિશન (રેડ કલર).
સ્ટાન્ડર્ડ (બ્લેક કલર) મોડલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 47 લાખ છે, જ્યારે સ્પેશિયલ એડિશન (રેડ કલર) મોડલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.49 લાખ છે.
આ સમાચાર પણ વાંચો : તહેવારોમાં કાર ખરીદવા માટે વ્યક્તિગત કરતાં ઓટો લોનનો વિકલ્પ છે વધુ સારો
Kawasakiએ Kawasaki W175 બાઇકમાં 177cc એર-કૂલ સિંગલ સિલિન્ડર એન્જિનનો પાવર આપ્યો છે.
આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ BS6 સ્ટડર્ડને પૂર્ણ કરવા માટે ફ્યુઅલ ઈન્જેક્શન સાથે આવે છે.
Kawasaki W175 બાઇકમાં રાઉન્ડ હેડલાઇટ, ટિયર ડ્રોપ શેપ ફ્યુઅલ ટેન્ક અને બોક્સી પેનલ છે.
બ્રેક્સ માટે નવા બાઇકને ફ્રન્ટ સાઇડમાં સિંગલ ડિસ્ક બ્રેક અને બેક સાઇડમાં ડ્રમ બ્રેક સાથે રજૂ કરવામાં આવ્યા છે.
નવી રેટ્રો બાઇકને ટ્યુબ્યુલર સેમી-ડબલ-ક્રેડલ ફ્રેમ મળે છે, જે ટેલિસ્કોપિક ફોર્ક્સ અને ટ્વિન શોક એબ્સોર્બર્સથી સસ્પેન્ડેડ છે.
આ બાઇક સિંગલ પીસ સીટ સાથે આવે છે અને કાવાસાકી ડીલરશીપ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.
બાઇક લવર્સને આ સ્પોર્ટી બાઇક ખુબ જ પસંદ આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ