Site icon News Continuous Bureau | Mumbai

ઉતરાયણ મોંઘી બનશે, પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર.

કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે. બજારમાં સૌથી મોંઘી પતંગ ૧૫૦૦ રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની ૨૦ નંગ પતંગનો ભાવ ૫૦ રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી ૧૫ હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.  

સુરતમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાયરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે. 

મહારાષ્ટ્ર ઠંડુગાર, 'મિની કાશ્મીર' તરીકે જાણીતા આ હિલ સ્ટેશન પર ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો
 

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતની વર્ષો જૂની ડબગરવાડ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડે તેવી શક્યતા છે. હાલ હોલસેલની ઘરાકી સારી હોવાની સાથે છૂટક ઘરાકી પણ થોડા દિવસોમાં નીકળશે તેમ વેપારીઓ કહી રહ્યાં છે.

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version