ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
નવા મહિનાની શરૂઆત સાથે જ મોદી સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી છે.
ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે.
મુંબઈમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1,857 રૂપિયા થઈ ગઈ છે.
જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત હજી પણ સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરુઆતમાં જ 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 102.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
