ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રસોઈ ગેસ પણ ઉપભોક્તાઓનું ખિસ્સું ખાલી કરી શકે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ એપ્રિલથી ભોજન બનાવવું વધુ મોંઘુ થઈ શકે છે.
દુનિયાભરમાં ગેસની ભારે અછત સર્જાઈ છે અને એપ્રિલથી તેની અસર ભારત પર પણ પડતી જોવા મળી શકે છે જેનાથી અહીં પણ ગેસની કિંમતો બમણી થઇ શકે છે.
એક્સપર્ટ્સ અનુસાર, 2.9 ડોલર પ્રતિ એમએમબીટીયુથી વધીને 6થી 7 ડોલર કરવામાં આવી શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અનુસાર, ઉંડા સમુદ્રમાંથી નિકળતા ગેસની કિંમત 6.13 ડોલરથી વધીને લગભગ 10 ડોલર થઈ જશે.
