News Continuous Bureau | Mumbai
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. LIC ના IPO માટે પોલિસીધારકો(Policy holders), છૂટક રોકાણકારો(Investors) દ્વારા બિડ કરવામાં આવી છે. IPO માટે રવિવાર સુધીમાં 1.79 ગણાથી વધુ બિડ થઈ છે. LICનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO માનવામાં આવે છે.
LICના IPO માટે પૉલિસીધારકો તરફથી બહુ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. પોલિસીધારકો માટે રિઝર્વ ક્વોટામાં(reserve Quota) 5.4 ગણો વધારો થયો છે, જેમાં આજે છેલ્લા દિવસે વધારો થવાની શક્યતા છે. સબસ્ક્રિપ્શન(Subscription) LIC કર્મચારીઓ(LIC employees) માટે રિઝર્વ ક્વોટા કરતાં 3.79 ગણું છે. તેથી, રિટેલ રોકાણકારોએ(Retail investors) 1.59 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં બ્લેક મન્ડે! સપ્તાહના પહેલા જ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટ તૂટયા..
જોકે અનેક લોકો IPOને ગ્રે માર્કેટ કેવો પ્રતિસાદ આપે છે તે બાબતે ચિંતિત છે. ગ્રે માર્કેટમાં LICના શેરમાં પ્રીમિયમ દરોમાં(Premium rate) ઘટાડો જોવા મળ્યો છે. ચાર-પાંચ દિવસ પહેલા LICના પ્રીમિયમ શેરનો ભાવ રૂ.85 હતો. આજે પ્રીમિયમનો દર ઘટીને રૂ. 36 થઈ ગયો છે. રવિવારે તેનો ભાવ રૂ.60 હતો. ગ્રે માર્કેટમાં LIC માટે પ્રીમિયમ રેટ 92 રૂપિયા સુધીનો હતો. તે હવે ઘટીને 36 રૂપિયા થઈ ગયો છે. શેરબજારમાં(Sharemarket) ચાલી રહેલી મંદીની અસર LICના ગ્રે માર્કેટ(Grey market) રેટ પર પડી રહી છે, એમ શેરબજારના વિશ્લેષકનું કહેવું છે.
રોકાણકારો આજે સાંજે 6 વાગ્યા સુધી IPO માટે બિડ કરી શકશે. આગામી ત્રણ દિવસ સુધી કંપની IPO માટેની બિડની ચકાસણી કરશે. તે પછી, LIC શુક્રવારે, 13 મેના રોજ શેરની ફાળવણી કરશે. શનિવાર અને રવિવારે કોઈ શેર ફાળવણી થશે નહીં. LIC 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં(Stock exchange) લિસ્ટ થશે.