News Continuous Bureau | Mumbai
ફળોના રાજા કેરીનું મુંબઈની બજારોમાં જાન્યુઆરીમાં જ આગમન થઈ ગયું છે. હાલ નવી મુંબઈની એપીએમસી બજારમાં કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં ઠલવાઈ રહ્યો છે. છતાં સામાન્ય નાગરિકોને કેરી ખાવા માટે એપ્રિલ સુધી રાહ જોવી પડવાની છે.
નવી મુંબઈમાં એપીએમસી બજારમાં રોજની 12થી 13 હજાર આંબાની પેટીઓ આવી રહી છે. સામાન્ય રીતે મુંબઈની બજારમાં જાન્યુઆરીથી કેરીની આવક શરૂ થઈ જાય છે. તેથી ફેબ્રુઆરી સુધીમાં મોટા પ્રમાણમાં આંબાનો માલ આવશે એવી વેપારીઓને અપેક્ષા હતી, પરંતુ કમોસમી વરસાદને લીધા આંબાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેથી બજારમાં માલની આવક ઘટી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટ મજામાં… મજબૂત વૈશ્વિક સંકેતો સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા
હાલ જોકે નવી મુંબઈની એપીએમસી બજારમાં માલ તો રોજનો મોટા પ્રમાણમાં આવી રહ્યો છે, જોકે કેરીના ભાવ પેટી દીઠ બેથી પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. જે સામાન્ય નાગરિકોને ગજા બહારની વાત છે.
એપીએમસી બજારમાં ફ્રૂટ બજાર સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા મુજબ આગામી દિવસમાં માલની આવકમાં વધારો થશે. હાલ કોંકણ જિલ્લામાંથી મુંબઈમાં કેરીનો પાક આવી રહ્યો છે. એપ્રિલથી ગુજરાત સહિત દક્ષિણ ભારતથી પણ કેરીનો માલ ઠલવાશે. તેથી એપ્રિલ મહિનામાં બજારમાં આવક વધશે તેથી ત્યાર બાદ તેના ભાવમાં ઘટાડો થશે.