Site icon

બજારોમાં કેરીનો પુષ્કળ માલ પરંતુ સામાન્ય નાગરિકોને કેરી ખાવા એપ્રિલ સુધી જોવી પડશે રાહ. આ છે કારણ; જાણો વિગતે

mango arrives in ahemdabad market

આતુરતાનો અંત, મુંબઈ બાદ હવે અમદાવાદમાં થયું ફળોનો રાજા કેરીનું આગમન, જાણી લો ભાવ

News Continuous Bureau | Mumbai

ફળોના રાજા કેરીનું મુંબઈની બજારોમાં જાન્યુઆરીમાં જ આગમન થઈ ગયું છે. હાલ નવી મુંબઈની એપીએમસી બજારમાં કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં ઠલવાઈ રહ્યો છે. છતાં સામાન્ય નાગરિકોને કેરી ખાવા માટે એપ્રિલ સુધી રાહ જોવી પડવાની છે. 

Join Our WhatsApp Community

નવી મુંબઈમાં એપીએમસી બજારમાં રોજની 12થી 13 હજાર આંબાની પેટીઓ આવી રહી છે. સામાન્ય રીતે મુંબઈની બજારમાં જાન્યુઆરીથી કેરીની આવક શરૂ થઈ જાય છે. તેથી  ફેબ્રુઆરી સુધીમાં મોટા પ્રમાણમાં આંબાનો માલ આવશે એવી વેપારીઓને અપેક્ષા હતી, પરંતુ કમોસમી વરસાદને લીધા આંબાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેથી બજારમાં માલની આવક ઘટી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટ મજામાં… મજબૂત વૈશ્વિક સંકેતો સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા 

હાલ જોકે નવી મુંબઈની એપીએમસી બજારમાં માલ તો રોજનો મોટા પ્રમાણમાં આવી રહ્યો છે, જોકે કેરીના ભાવ પેટી દીઠ બેથી પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. જે સામાન્ય નાગરિકોને ગજા બહારની વાત છે.

એપીએમસી બજારમાં ફ્રૂટ બજાર સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા મુજબ આગામી દિવસમાં માલની આવકમાં વધારો થશે. હાલ કોંકણ જિલ્લામાંથી મુંબઈમાં કેરીનો પાક આવી રહ્યો છે. એપ્રિલથી ગુજરાત સહિત દક્ષિણ ભારતથી પણ કેરીનો માલ ઠલવાશે. તેથી એપ્રિલ મહિનામાં બજારમાં આવક વધશે તેથી ત્યાર બાદ તેના ભાવમાં ઘટાડો થશે.  

Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Exit mobile version