News Continuous Bureau | Mumbai
ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરની તસવીરો લગાડવાનો રિપોર્ટ RBIએ ફગાવ્યો છે.
રિઝર્વ બેન્ક દ્વારા પ્રસારિત કરાયેલા ખુલાસામાં એવું જણાવવામાં આવ્યું છે કે હાલમાં ચલણી નોટોમાં કોઈ પણ પ્રકારના ફેરબદલનો કોઈ જ પ્રસ્તાવ નથી.
રિઝર્વ બેન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચલણી નોટો પર રવીન્દ્રનાથ ટાગોર કે એપીજે અબ્દુલ કલામની તસવીર લગાડવાની કોઈ યોજના નથી.
રાબેતા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જ તસવીર ચલણી નોટો પર ચાલુ રહેશે.
