News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી મોબાઈલ ગ્રાહકો(Mobile User)ને મફતમાં મળતી WhatsApp કૉલિંગ સર્વિસ(Whatsapp calling services) માટે પણ હવે પૈસા ચૂકવવા(Charges) પડવાના છે. દેશમાં ટૂંક સમયમાં આ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે, જેના હેઠળ તમારે WhatsApp કૉલ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.
કેન્દ્ર સરકારે(Central Govt) લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલ(Telecom Bill)નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ(WhatsApp), ફેસબુક(Facebook) દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને ટેલિકોમ સેવા તરીકે ગણવામાં આવશે. આ માટે આ કંપનીઓએ લાયસન્સ મેળવવું પડશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ખિસ્સા હળવા કરવા થઇ જાઓ તૈયાર- 1લી ઓક્ટોબરથી ઓટો અને ટેક્સીના ભાડામાં થવા જઈ રહ્યો છે વધારો- ગજવા પર આવશે આટલો બોજ
દેશની ટેલિકોમ કંપનીઓ સતત ફરિયાદ કરતી રહી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને મેસેજિંગ અથવા કોલિંગ સર્વિસ આપે છે, જેના કારણે તેમને નુકસાન થાય છે. આ ટેલિકોમ કંપનીઓ કહેતી રહી છે કે તેમની સેવાઓ ટેલિકોમ સેવા હેઠળ આવે છે. આ મુદ્દે લોકોના અભિપ્રાય જાણવા માટે ડ્રાફ્ટ બિલને સાર્વજનિક કરવામાં આવ્યું છે. 20 ઓક્ટોબર સુધીમાં લોકો આ બિલની જોગવાઈઓ અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે. લોકોનો અભિપ્રાય મેળવ્યા બાદ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.
સાયબર ફ્રોડને રોકવા માટે પણ બિલમાં જોગવાઈઓ કરવામાં આવી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવના કહેવા મુજબ સાયબર ફ્રોડને રોકવા માટેના પ્રસ્તાવિત બિલમાં આવા ગુનાઓ માટે સજા વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવિત બિલમાં બીજી જોગવાઈ કરવામાં આવી છે કે કોલ કરનારી કોઈ પણ વ્યક્તિ હોય તેને કોલ રિસીવ કરનાર વ્યક્તિ ઓળખી શકશે. આ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. દેશમાં ડિજિટલ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે, સરકાર ટેલિકોમ બિલ ઉપરાંત ડ્રાફ્ટ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલ પર પણ કામ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : હવાઈ મુસાફરો માટે કામના સમાચાર – મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તારીખે છ કલાક માટે રહેશે બંધ- જાણો શું છે કારણ