Site icon

પાર્લેની બ્રાન્ડેડ આટા માર્કેટમાં પધરામણી; હવે માર્કેટમાં મળશે પાર્લે-જી ચક્કી આટા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં બિસ્કિટ અને નાસ્તા બનાવતી અગ્રણી કંપની પાર્લે-જીએ હવે બ્રાન્ડેડ આટા માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ ‘પાર્લે-જી ચક્કી આટા’ના લૉન્ચ સાથે તેના પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરી રહ્યું છે. કંપની ૧૦૦% અધિકૃત ઘઉંના લોટ પહોંચાડવાના મિશન સાથે, શહેરી અને ગ્રામીણ બજારોને કબજે કરવા ઇચ્છે છે.

દેશના ઉત્તરીય અને પશ્ચિમ ભાગોમાં આ લોટ માર્કેટમાં મળવાની શરૂઆત થઈ ગઈ છે. મહામારીના કાળમાં બ્રાન્ડેડ આટા સેગમેન્ટને વેગ મળ્યો છે. લોટને ‘પાર્લે-જી’ નામથી શરૂ કરવામાં આવ્યો છે, જે પાર્લે પ્રોડક્ટ્સની ખૂબ લોકપ્રિય અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે. હાલમાં તે દેશના ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં 2 કિગ્રા, 5 કિગ્રા અને 10 કિલોના પૅકમાં સ્પર્ધાત્મક ભાવ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું કે “બ્રાન્ડેડ ઘઉંનો લોટ એ ફૂડ ઉદ્યોગના સૌથી મોટા ભાગમાંનો એક છે અને હાલમાં મોટાભાગની હાલમાં સ્થાનિક મિલો અથવા પડોશી ચક્કી દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.” કોરોના મહામારીને કારણે બ્રાન્ડેડ લોટની માગમાં ઉછાળો થયો છે એવામાં કંપની આ પ્રોડક્ટને ટાયર 2 અને ટાયર 3 શહેરોના ગ્રાહકોને બ્રાન્ડેડ આટા પર સ્વિચ કરવા તરફ દોરી જવા માગે છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version