Site icon

શાળા બંધ, કોલેજ બંધ અને ઓફીસો પણ બંધ. કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે સ્ટેશનરી અને પેન માર્કેટ ને. જાણો વિગત….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો, કોલેજો બંધ છે. ઑફિસનું કામ પણ ઘરેથી કરવામાં આવી રહ્યું છે. એનો સૌથી મોટો ફટકો પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીને પણ પડ્યો છે. બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓની ગાડી તો ફરી પાછી પાટા પર આવી જશે, પરંતુ પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મૅન્યુફૅક્ચરર અને વેપારીઓને તેમના ધંધામાં હજી વર્ષ સુધી કંઈ થાય એવું દેખાતું નથી.

પેન ઍન્ડ સ્ટેશનરી ઉદ્યોગના માઠા દિવસો ચાલી રહ્યા છે. એ બાબતે  પેન ઍન્ડ સ્ટેશનરી ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી સુનીલ ઘેલાણીએ જણાવ્યું હતું કે લૉકડાઉનનો હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી બાદ સૌથી વધુ ફટકો જો કોઈને પડ્યો હોય એ પેન ઍન્ડ સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી છે. દોઢ વર્ષથી સ્કૂલો, કૉલેજો બંધ છે. ઑફિસો બંધ છે. ઑફિસોમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. લોકો મોબાઇલ અને કૉમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે, એને કારણે બજારમાં પેન તેમ જ અન્ય સ્ટેશનરીની ડિમાન્ડ જ રહી નથી. મૅન્યુફૅક્ચરિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું હોય છે, પરંતુ લાંબા સમયથી બજારમાં માલની ડિમાન્ડ જ રહી નથી.

અમારા ઉદ્યોગધંધાની ગાડી પાટે ચઢતાં બીજું વર્ષ નીકળી જશે. કારણ કે હાલ બજારમાં વેચાયા વગરનો માલ પડી રહ્યો છે. એથી મૅન્યુફૅક્ચરિંગ બંધ છે. જ્યાં સુધી તમામ લોકોનું વેક્સિન ખાસ કરીને બાળકોનું વેક્સિનેશન થતું નથી ત્યાં સુધી સ્કૂલો, કૉલેજો ચાલુ થવાની શક્યતા નથી. નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું વેક્સિનેશન થાય ત્યાર બાદ જાન્યુઆરીની આસપાસ સ્કૂલો-કૉલેજો ચાલુ થાય એવી અત્યારે તો અમને શક્યતા જણાઈ રહી છે. ત્યાર પછી જ પેન, સ્ટેશનરીની બજારમાં કંઈ હલચલ થવાની શક્યતા હોવાનું સુનીલ ઘેલાણીએ કહ્યું હતું.

સમયમર્યાદા લાદવા જેવા આકરા પ્રતિબંધ એટલે મહારાષ્ટ્ર જ નહીં, પણ દેશની આર્થિક કરોડરજ્જુને ફટકો : મહારાષ્ટ્રના વેપારીઓ આક્રોશમાં; જાણો વિગત

પેન ઇન્ડસ્ટ્રી સાથે દેશભરના લાખો લોકો જોડાયેલા છે એવું બોલતાં સુનીલ ઘેલાણીએ કહ્યું હતું કે દેશમાં તો માર્કેટ ઠંડી છે, પણ ઇન્ટરનૅશનલ લેવલ પર પણ કોરોનાને કારણે હાલત ખરાબ છે. એથી માલ એક્સપૉર્ટ પણ નથી થઈ રહ્યો. દેશ-વિદેશમાં માર્કેટમાં માલની ડિમાન્ડ જ નથી. એથી હાલ મૅન્યુફૅક્ચરિંગ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે. આ ઇન્ડસ્ટ્રી સાથે દેશભરમાં લગભગ પાંચથી સાત લાખ લોકો જોડાયેલા છે. આ તમામ લોકોની હાલત અત્યાર બહુ ખરાબ છે. જોકે આવતા વર્ષ સુધી ઉદ્યોગ ફરી બેઠો થાય એવી અત્યારે તો અમે આશા રાખી છીએ.

Gold-Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹૩ લાખ પ્રતિ કિલોની નજીક; જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ..
WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Exit mobile version