ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
ભારતીય રિઝર્વ બેંક આવતા વર્ષે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી શકે છે.
આ માટે બેંક સતત કામ કરી રહી છે અને તેણે એક પ્લાન પણ બનાવ્યો છે.
એક અહેવાલ મુજબ ભારતીય સ્ટેટ બેંકના 'બેન્કિંગ એન્ડ ઇકોનોમિક કોન્ક્વેલ' માં કેન્દ્રીય બેંકના એક વરિષ્ઠ અધિકારીએ તેની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરી છે.
આ ડિજીટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી હશે. જોકે તે ભારતની મૂળ ચલણનું ડિજિટલ સ્વરૂપ હશે, એટલે કે તે માત્ર ડિજિટલ રૂપિયો હશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ RBI ના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ વર્ષે ડિસેમ્બર સુધી CBDCs ના સોફ્ટ લોન્ચની સંભાવના વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી; જાણો વિગતે