Site icon

ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર રકમ ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને

News Continuous Bureau | Mumbai

બેંકોની કથળતી આર્થિક સ્થિતિ અને નિયમનું પાલન નહીં કરવા બદલ ભારતીય રિઝર્વ બેંકે(RBI) ચાર બેંકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. RBIએ સાઈબાબા જનતા સહકારી બેંક(Saibaba Janata Sahakari Bank), ધ સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક લિ.(The Suri Friends' Union Co-operative Bank Ltd), સુરી (પશ્ચિમ બંગાળ) (Suri (West Bengal))અને નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિ.(National Urban Co-operative Bank Ltd), બહરાઈચ (Bahraich) પર નિયંત્રણો લાદી દીધા છે. આ ચાર બેંકમાં ખાતું ધરાવતા ગ્રાહકો હવે માત્ર RBI દ્વારા નિર્ધારિત મર્યાદામાં જ પૈસા ઉપાડી શકશે.

Join Our WhatsApp Community

સાંઈબાબા જનતા સહકારી બેંકના થાપણદારો 20,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જ્યારે સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક માટે, આ મર્યાદા 50,000 રૂપિયા છે . તો નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માત્ર 10,000 રૂપિયા  ઉપાડી શકશે.

RBIએ બિજનૌર સ્થિત યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ગ્રાહકો દ્વારા પૈસા ઉપાડવા પર નિયંત્રણો મૂક્યા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ કેન્દ્રીય બેંક દ્વારા 4 સહકારી બેંકોને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જે 6 મહિના સુધી અમલમાં રહેશે.

આ સમાચાર પણ વાંચો : વાહ- ફરી એક વખત આ હિલ સ્ટેશન પર પર્યટકોને મળશે હેરિટેજ ટોય ટ્રેન નો લ્હાવો- જાણો વિગત

RBIએ કહ્યું કે તેણે છેતરપિંડી સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર 57.75 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ RBI એ તેમની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ણાટકની શ્રી મલ્લિકાર્જુન પટના સહકારી બેંક રેગ્યુલર અને મહારાષ્ટ્રની નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંતર્ગત બંને બેંકોના ગ્રાહકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં.

RBI એ બે અલગ-અલગ નિવેદનોમાં જણાવ્યું છે કે શ્રી મલ્લિકાર્જુન પટના સહકારી બેંક, મસ્કી અને નાસિક જિલ્લા ગિરણા સહકારી બેંક પરના નિયંત્રણો છ મહિના માટે અમલમાં રહેશે. નાસિક ડિસ્ટ્રિક્ટ ગિરણા સહકારી બેંક વિશે, રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે થાપણોમાંથી 99.87 ટકા થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-જુલાઈ-ઓગસ્ટમાં પશ્ચિમ રેલ્વેની આ ટ્રેનો વીકએન્ડમાં દોડશે નહી-જાણો ટ્રેનની સંપૂર્ણ યાદી અહીં 

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version