રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફત રૂપિયા ૨૦,૦૦૦ કરોડના સરકારી બોન્ડસ ખરીદ કરવાની જાહેરાત કરી છે.
બજારમાં પૂરતા પ્રમાણમાં લિક્વિડિટી પૂરી પાડવા તથા સરકારના બોરોઈંગ કાર્યક્રમને ટેકો આપવા ૧૦મી ફેબુ્રઆરીના રોજ આ ખરીદી કરાશે એમ આરબીઆઈ દ્વારા જણાવાયું છે.
આગામી નાણાં વર્ષમાં સરકાર રૂપિયા ૧૨.૦૬ લાખ કરોડનું બોરોઈંગ કરવા ધારે છે.