ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ ,16 એપ્રિલ 2021.
શુક્રવાર.
જ્યાં દેશ ની જૂની અને પ્રતિષ્ઠિત બેંકો બંધ થઇ રહી છે અથવા બીજી બેંક સાથે એનું વિલીનીકરણ થઈ રહ્યું છે ત્યાં જ રિઝર્વ બેંકે બીજી 8 નવી બેન્ક ખોલવા ની ઘોષણા કરી છે. ભારતીય રિઝર્વ બેન્કને 'ઑન ટૈપ' એટલે કે ક્યારેય પણ લાઇસન્સ લેવા માટેની અરજી કરવાના દિશા નિર્દેશ અંતર્ગત 8 એપ્લિકેશન મળી છે. એમાં દરેક પ્રકારની સેવા આપવા વાળી યુનિવર્સલ બેંક હેઠળ ચાર અને સ્મોલ ફાઇનાન્સ બેંક હેઠળ ચાર અરજી નો સમાવેશ થાય છે. જેમાં
* યુ.એ.ઇ એક્સચેન્જ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ.
* ધી રીપૈટ્રીએટ્સ કો ઓપરેટીવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ.
* ચૈતન્ય ઇન્ડિયન ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ.
* પંકજ વૈશ્ય જેવી કંપનીએ યુનિવર્સલ બેંક દ્વારા લાયસન્સ પ્રાપ્ત કરવા માટેની અરજી કરી છે.
જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંક માં,
* વિસોફ્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ.
* કાલિકટ સીટી સર્વિસ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ,
* અખિલ કુમાર ગુપ્તા અને ક્ષેત્રીય ગ્રામીણ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે,દિશા નિર્દેશ અનુસાર યુનિવર્સલ બેંક ની ન્યુનત્તમ નેટવર્થ 500 કરોડ રૂપિયા જેટલી હોવી જરૂરી છે.