Site icon

Jioએ આપ્યો ઝટકો- હવે ડિઝની પ્લસ હોટસ્ટારની સર્વિસ આ પ્લાનમાંથી હટાવી- જાણો વિગતો

News Continuous Bureau | Mumbai

Jio એ તાજેતરમાં Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન(Subscription) સાથેના ઘણા પ્લાન બંધ કર્યા છે. હવે બ્રાન્ડે ડિઝની પ્લસ હોટસ્ટારને( Disney Plus Hotstar) પોસ્ટપેડ પ્લાનમાંથી(postpaid plans) પણ દૂર કરી દીધું છે. એટલે કે તમને Jioના કોઈપણ પ્લાનમાં Disney+ Hotstarની ઍક્સેસ નથી મળી રહી. કંપનીએ આમ કરવાનું કોઈ કારણ જણાવ્યું નથી.

Join Our WhatsApp Community

જિયોએ તાજેતરમાં જ તેના 12 રિચાર્જ પ્લાનમાંથી ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબસ્ક્રિપ્શન(Disney+ Hotstar Mobile Subscription) દૂર કર્યું છે. હવે કંપનીએ પોસ્ટપેડ પ્લાન સાથે પણ આવું જ કર્યું છે. હવે Jioના પોર્ટફોલિયોમાં માત્ર બે પ્રીપેડ પ્લાન છે, જેમાં Disney+ Hotstar સબસ્ક્રિપ્શન મળે છે. ડિઝની + હોટસ્ટાર પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન(Disney + Hotstar Premium Subscription) બંને પ્લાન સાથે ઉપલબ્ધ છે.

પોસ્ટપેડ પ્લાનની વાત કરીએ તો યુઝર્સને કંપનીના કોઈપણ રિચાર્જ પ્લાનમાં Disney+ Hotstar સબસ્ક્રિપ્શન મળતું નથી. કંપનીએ કોઈપણ કારણ આપ્યા વગર Disney+ Hotstar સબસ્ક્રિપ્શન હટાવી દીધું છે.

આ સમાચાર પણ વાંચો:  દિવાળી પર Reliance Jioની ભેટ- JioFiberના નવા કનેક્શન પર રૂ 6500 સુધીનો ફાયદો

Jio પોસ્ટપેડ પ્લાન સાથે પણ Disney+ Hotstar ઉપલબ્ધ થશે નહીં

T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને આવા પ્રસંગે કંપનીએ Disney+ Hotstarનું સબસ્ક્રિપ્શન હટાવી દીધું છે. આનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જો કે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન Jio પોસ્ટપેડ પ્લાન સાથે ઉપલબ્ધ છે. તે જ સમયે ડિઝની+ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન હજી પણ એરટેલ અને Viના રિચાર્જ પ્લાન સાથે મળે છે. હાલમાં તમને Jioના માત્ર બે રિચાર્જ પ્લાન સાથે Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન મળશે.

પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન બે રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ 

બંને પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત ઊંચી છે. આ પ્લાન્સમાં યુઝર્સને OTTનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. ડિઝની + હોટસ્ટાર પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન Jioના રૂ. 1499ના પ્લાન અને રૂ. 4199ના પ્લાન સાથે ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો Amazon Sale- ઘરે લાવો આ સ્માર્ટ LED TV માત્ર Rs 5239માં- ડીલ જોઈને તમારા મગજમાં લડ્ડૂ ફૂટશે

1499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો કંપનીને આ રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજના 100 SMSનો લાભ મળી રહ્યો છે.

બીજી તરફ જો 4199 રૂપિયાની વાત કરીએ તો તેના પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આમાં યુઝર્સને દરરોજ 3GB ડેટા અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMSનો લાભ મળે છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version