News Continuous Bureau | Mumbai
યુક્રેન પર હુમલા બાદ રશિયા અનેક પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે. અમેરિયે રશિયાના ઓઈલ અને ગેસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નાટોના અનેક સભ્યોએ રશિયાનો બોયકોટ કર્યો છે. તેથી આર્થિક સંકડામણ નો સામનો કરી રહેલા રશિયાએ ભારતને ઓઈલ-ગેસ સહિતની કોમોડિટીઝમાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટની ઓફર મળી છે. ભારત સરકાર આ ઓફર પર વિચાર કરી રહી છે.
અનેક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ તેના ઓઈલ અને ગેસ સહિતના અન્ય પુરવઠા માટે નવા બજારો શોધી રહ્યું છે. જેનો ફાયદો ભારતને મળી શકે છે. રશિયાએ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફર કરતા સસ્તું ક્રૂડ ઓઈલ તથા અન્ય કોમોડિટીઝની ખરીદી કરવાની તૈયારી ભારત કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ફેબ્રુઆરીમાં મોંઘવારીએ માઝા મૂકી, જથ્થાબંધ ફૂગાવો 13.11 ટકા રહ્યો; જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ વધ્યાં
ભારત તેની જરૂરિયાતના 80 ટકા ઓઇલ આયાત કરે છે. રશિયા પાસેથી બેથી ત્રણ ટકા આયાત કરે છે. આ વર્ષે અત્યાર સુધી તેલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. તેથી ઘરઆંગણે ઈંધણના દર ઘટાડવા સરકાર આ ઓફર પર વિચાર કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાએ શક્ય હોય એટલું અંતર રશિયાથી રાખવાની ભારતને સલાહ આપી છે. તેમાં પણ રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા વર્ષ 2018માં 5.5 અબજ ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી આ મુદ્દે અમેરિકાએ નારાજગી જાહેર કરી છે.