ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ડિજિટલ સેવા 6 અને 7 ઑગસ્ટની રાતે બંધ રહેવાની છે. બૅન્કે બહાર પાડેલા સ્ટેટમેન્ટ મુજબ બે દિવસ મેઇન્ટેન્સનું કામ હાથ ધરવામાં આવશે. એથી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં ડિજિટલ બૅન્કિંગ પ્લૅટફૉર્મ જેમાં યોનો, ટોના લાઇટ, ઇન્ટરનેટ બૅન્કિંગ અને યોનો બિઝનેસ જેવી સેવાને અસર થશે. આ સેવા 6 ઑગસ્ટના રાતના 10.45 વાગ્યાથી 7 ઑગસ્ટના રાતના 1.15 વાગ્યા સુધી બંધ રહેશે. એટલે કે લગભગ 150 મિનિટ સ્ટેટ બૅન્કની ઑનલાઈન સેવા બંધ રહેશે.
પુણે બાદ મહારાષ્ટ્રના આ શહેરના વેપારીઓ પણ આંદોલનને માર્ગે; જાણો વિગત
